Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

દઇજરની ગુફાઓ પરના ખનન બ્લાસ્ટથી પ્રાચીન ગુફાઓને ખતરો

અનેક જગ્યાએ તિરાડો, મંદિરનો ભોગીશૈલી પરિક્રમા માર્ગ પણ થઇ રહ્યો છે તબાહ

 જોધપુર તા. ૬: મંડોર ક્ષેત્રમાં પ્રાચીન દઇજર માતા મંદિર પરિસરમાં આવેલી પ્રાકૃતિક ગુફાઓની ઠીક ઉપર થઇ રહેલા અંધાધૂંધ ખનનથી પ્રાચીન રહસ્યમય ગુફાઓનો નાસ થવાનો ભય સતાવી રહ્યો છે.

  પહાડીઓ પર ખનન માટે બ્લાસ્ટથી અનેક જગ્યાઓ પર તિરાડો પડી ગઈ છે. અને ભોગિશૈલી પરિક્રમાનો પરંપરાગત માર્ગ પણ તબાહ થઇ રહ્યો છેદઇઝરની પહાડીઓમાં આવેલી ગુફાની ભુલભુલૈયાની દુનિયાભરમાં ચર્ચા છે. ગુફાઓની ઠીક ઉપરના વિસ્તારમાં આવેલું ચામુંડા માતા અને વ્યાસ ભંડોરાના કુળદેવી દૂધેશ્વરી માતા, બ્રહ્માણી  માતાનું મંદિર લખો મારવાડીઓ માટેની આસ્થાનું કેન્દ્ર છે મંદિરની પહાડીઓની ચારે તરફ ખનનથી હજારોની સંખ્યામાં રહેલા કપિલોનું રહેઠાણ પણ નાસ પામી રહ્યું છેમંદિરના પુજારીએ જણાવ્યું કે, અહીં થતા ખનનને કારણે અનેક વાર હનુમાન લંગૂરને ઇજા પણ પહોંચે છે

 દર ત્રણ વર્ષે પુરુષોત્તમ માસમાં ભોગિશૈલી પરિક્રમા અને દર નવરાત્રીએ જેવા તહેવારો પર માં ચામુંડાના ઉપાસકો આવીને અહીં પૂજા આરાધના કરે છે. પ્રાકૃતિક વન ક્ષેત્રમાં વારંવારના ખનનથી વન્યજીવો અને વન્યજીવોની સંખ્યા ઘટતી જાય છે. અહીંથી વહેતી પ્રાકૃતિક જલધારા પણ  આરે છે.શ્રાવણ માસમાં લોકો અહીં પ્રાકૃતિક ઝરણાને નિહાળવાનો આનંદ પણ લ્યે છે. 

(3:28 pm IST)