Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ઉત્તર પ્રદેશમાં આંતકી સંગઠનોના મનસૂબા કામિયાબ નહીં થઇ શકે : તૈનાત કરાઈ ટિમ સ્પોટ

ગોરખપુર, આગ્રા, ગાઝિયાબાદ અને બનારસમાં તૈનાત રહેશે ટીમ

લખનઉઃ તા. ૬:  આતંકી સંગઠનો સાથે સબંધ રાખનારા અપરાધીઓના  ઉત્તર પ્રદેશ વિરુદ્ધના મનસૂબા પુરા નહીં થઇ શકે. કારણકે  હવે બ્લેક કમાન્ડો તૂટી પડશે, યુપી એટીએમ પોતાના સ્પેશીયલ પોલીસ ઓપરેશન ટિમ ( સ્પોટ)ના એક યુનિટને દરેક જિલ્લામાં તૈનાત કરશે. હાલમાં સંખ્યા બળને ધ્યાનમાં રાખી  જિલ્લામાં ગોરખપુર, આગરા, ગાઝિયાબાદ અને બનારસમાં ટીમને તૈનાત કરવાણી તૈયારી શરુ કરી  છે

  ટીમમાં સામેલ જવાનો એક સાથે હથિયાર ચલાવી શકે છે. દરેકને હાઈ ટેક્નોલીજીથી સજ્જ હથિયાર આપવામાં આવશે. સ્પોટમાં પોલીસ  અને પીએસીના જવાનોને સમાવવામાં આવશે. ૪૦ વર્ષથી ઓછી ઉંમરના જવાનોને ચહેરો જોઈને મનની વાત જાણી લેવા માટે મનોવૈજ્ઞાનીક તાલીમ આપવામાં આવશે. તે સિવાય દેશમાં ઉપલબ્ધ આધુનિક હથિયારોની તાલીમ પણ આપવામાં આવી છે. જવાનો તેમના પોસ્ટિંગ વાળા જિલ્લાની ચારે બાજુ નજર રાખશે. સાથે એવું નેટવર્ક ઉભું કરશે કે જે તમામ હરકતો પર નજર રાખે  અને તેની સૂચના લખનૌ સ્થિતના મુખ્ય કાર્યાલયમાં પહોંચાડે  અને ત્યાંથી મંજૂરી મળતા ઓપરેશન શરુ કરવામાં આવશે.

 સ્પોટમાં શામેલ થનારા જવાનોએ દરેક સમયે તેની સાથે હથિયારો રાખવા પડે છે. જરૂરત પડવા પર ૩નેય  ઉપયોગ કરી શકે છે. તેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

 પ્રદેશમાં આતંકી ગતિવિધિઓને વધતી જતી જોઈ સુરક્ષા વ્યવસ્થાને વધારાય છે. હાલમાં ધર્માંતરણ મામલામાં પકડાયેલા આરોપીઓનું પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ સહિતના અનેક સંગઠનોનું દખલ પણ સામે આવ્યું છે. માટે એટીએસએ એવો નિર્ણય કર્યો છે.અત્યાર સુધી કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, આગરા, નોઈડા જેવા જિલ્લામાં એટીએસના યુનિટ હતા. જેમાં એક ઇન્સ્પેકટર અને એક જવાન સામેલ હતોજિલ્લામાં કોઈ પણ આંતકી ઘટનાની સૂચના પર  લખનૌ ખાતેથી ટીમને મોકલવી પડતી હતી. વાતને ધ્યાનમાં રાખી દરેક જિલ્લામાં સ્પોટને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  પૂર્વ આઇજીએ તૈયાર કરી હતી સ્પોટ 

પ્રવેશના દરેક ખૂણામાં એટીએસની પહોંચ હોય તેના માટે પૂર્વ આઇજી  એટીએસ અસીમ અરુણે સ્પોટની રૂપરેખા તૈયાર કરી હતી. તેને લાગુ કરાવવા માટે  અંદાજે ૨ વર્ષથી જહેમત ઉઠાવી રહ્યા હતા.  પૂર્વ ડીજીપી ઓપી સિંહને આ સુજાવ યોગ્ય લાગ્યો હતો. અને તેઓએ શાશકો પાસે મન્જુરી આપવા હતી. વર્ષ ૨૦૧૭માં તેનું ગઠન કરવામાં આવ્યું હતું.પરંતુ ભરતીની કડક શરતોને કારણે લોકો ભરતી થતા નહોતા. આ ટીમમાં સામેલ થનાર જવાનોને ૩૦ ટકા વધુ જોખમ ભથ્થું આપવાની  કરવામાં આવી છે.

(3:27 pm IST)