Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં હવે કાશ્મીર પ્રિમીયર લીગ

શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના ખેલાડીઓ લીગમાં રમશે

નવીદિલ્હીઃ કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાને હવે ક્રિકેટની રમત મારફતે રાજકારણ ખેલવાનો -યાસ કર્યો છે. પાકિસ્તાન હવે તેણે પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં કાશ્મીર પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યું છે. ઓગસ્ટની છઠ્ઠીથી ૧૬મી સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત વિદેશી ક્રિકેટર પણ ભાગ લેશે. લીગમાં ભાગ લેનારી ફ્રેન્ચાઇઝીઓમાં બાગ સ્ટેલિયન, મિરપુર રોયલ્સ, મુઝઝફરાબાદ ટાઇગર્સ, ઓવરસીઝ વોરિયર્સ, કોટલી લાયન્સ અને રાવલાકોટ્સ હોકસનો સમાવેશ થાય છે.

લીગમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓમાં તિલકરરન્તે દિલશાન, ઇંગ્લેન્ડના મેટ પ્રાયર, મોન્ટી પાનેસર, હર્ષેલ ગિબ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાહિદ આફ્રિદી, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ જેવા પાકિસ્તાની ક્રિકેટર પણ આ લીગમાં રમશે.આ લીગ અંગે ભારત સરકારે હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. કાશ્મીર અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે. પીઓકેમાં ગિલગિટ-બાલટિસ્તાન ભારતનો હિસ્સો છે.

(3:26 pm IST)