Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ભારત સૌથી મોટું લુઝર સાબિત થવા જઇ રહ્યુ : ઇમરાનખાન

તાલિબાનો સત્તામાં આવતા જ પાકિસ્તાનના વડાપ્રધાને ઝેર ઓકયું

નવી દિલ્હી,તા.૬: અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાઓના જવાથી બહું ખુશ નજરે પડી રહ્યા છે ઈમરાન ખાને તાલિબાનના શાસન તરફ ઈશારો કરતા સોમવારે કહ્યું કે વિસ્તારોમાં હવે બહુ ગંભીર ફેરફાર થશે. જેમાં ભારત સૌથી મોટું લુઝર સાબિત થવા જઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે રીતના ફેરફાર થવા જઈ રહ્યા છે. તેને અમેરિકાને પણ મોટા નુકશાન થશે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી શરુ થઈ ગઈ છે. ત્યારે ગ્વાદરના પ્રવાસે પહોંચનારા ઈમરાને કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં સૌથી મોટી સમસ્યા સહી રહ્યા છે. ભારતે અફઘાનિસ્તાનમાં અરબો ડોલરનું રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાન એક એવો દેશ છે જયાં સ્થિતિઓ બહું ગૂંચવણ ભરેલી છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે ભારત આતંકવાદમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારત અને તાલિબાનીઓની વાતચીતથી ખીજવાયેલું છે.

તાલિબાનના શાસન તરફથી વધતા અફઘાનિસ્તાનના ફેરફારથી ઈમરાન ભલે ખુશ હોય પરંતુ તાલિબાની પ્રવકતાએ ભારતના પક્ષમાં સકારાત્મક નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યું કે તે પડોશી દેશ ભારતના ક્ષેત્ર અને અન્ય દેશોની સાથે શાંતિપૂર્ણ રીતે રહેવામાં વિશ્વાસ રાખે છે. તાલિબાને એમ પણ કહ્યું કે કોઈ પણ દેશ પોતાના પડોશી દેશને ન બદલી શકે. તાલિબાની પ્રવકતા સુહૈલ શાહીને ગત દિવસોમાં ભારત અને કાશ્મીરને લઈને પૂછેલા સવાલના જવાબમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે અમે નિશ્ચિત રુપે આ વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની સાથે રહેવું જોઈએ. આ આપણા બધાના હિતમાં છે. સુહૈલે તાલિબાનને એક રાષ્ટ્રવાદી ઈસ્લામિક તાકાત ગણાવી છે. જેનું લક્ષ્ય અફઘાનિસ્તાનની જમીન પર વિદેશી કબ્જાથી મુકત કરાવવી અને પોતાની એક ઈસ્લામિક સરકાર સ્થાપવાનો છે.

(3:24 pm IST)