Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રીયલ એસ્ટેટ મંદ પડયું: ઘરોના વેંચાણમાં ર૩ ટકાનો ઘટાડો

કોરોનાને કારણે એપ્રિલ-જુન ત્રિમાસીકમાં ખરીદનાર ઘટયા

નવીદિલ્હી : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુનના ત્રિમાસીકમાં દેશના પ્રમુખ શહેરોમાં ઘરોના વેંચાણમાં ર૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોનાને કારણ વેંચાણ ઘટયું છે. હાલમાં વાર્ષિક આધાર ઉપર ત્રિમાસીક દરમિયાન ઘરોના વેચાણમાં ૮૩ ટકા વધારો જોવા મળેલ.

જે એલએલ ઇન્ડીયા મુજબ જુન ત્રિમાસીકમાં વેચાણ ૧૯,૬૩પ એકમ રહેલ. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીકમાં તે રપ,પ૮૩ અને ગત વર્ષે એપ્રિલ-જુનમાં ૧૦,૭પ૩ ઘરો વેંચાયેલ. મુંબઇ હેઠળ મુંબઇ શહેર, ઉપનગર, થાણે અને નવી મુંબઇ આવે છે.

મુંબઇમાં ઘરોના વેંચાણમાં મામૂલી વધારો થયો છે. જે પ૭૭૯ થી પ૮ર૧ ઘર પહોંચ્યો છે. પુણેમાં વેંચાણ ટકા ઘટીને ૩પ૩૯ થયેલ, જે ૩૭૪પ હતું. એપ્રિલ-જુન ર૦ર૦ દરમિયાન બેગલુરૂમાં વેંચાણ ૧૯૭૭ એકમ, ચેન્નાઇમાં ૪૬૦, દિલ્હી, એનસીઆરમાં રરપ૦, હૈદ્રાબાદમાં ૧ર૦૭, કોલકતામાં ૪૮૧, મુંબઇમાં ૩પર૭ અને પુણેમાં ૮પ૧ ઘરો વેંચાયેલ.

જયારે બેંગલુરૂમાં ઘરોનું વેંચાણ ૪૭ ટકા વધીને ૩પ૦૦ સુધી પહોંચેલ. ચેન્નાઇમાં વેંચાણ ૮૧ ટકા ઘટીને ૩ર૦૦ થી ૬૦૦ થયેલ. દિલ્હી, એનસીઆરમાંં પણ પપ ટકાનો ઘટાડો નોંધાયેલ. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીકમાં આ આંકડો પ૪૪૮ એકમ રહેલ.હૈદ્રાબાદમા ૩૭૦૯ માંથી ઘટીને ૩૧પ૭ અને કોલકત્તામાં આવાસીય એકમો પ૬ ઘટાઘરીને પ૭૮ થયેલ છે.

(3:23 pm IST)