Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

હિંગળાજ માતા મંદિરના વિકાસ માટે ઇમરાન સરકાર બે ધ્યાન રહે છે

પાકિસ્તાનના સેનેટર દાનેશકુમારનો આરોપ

કવેટા તા. ૬ : પાકિસ્તાનની ઇમરાન સરકાર બુલુચિસ્તાનના લાસબેલા ખાતે આવેલા ઐતિહાસીક હિંગળાજ માતા મંદિર પરત્વે અનદેખીભર્યું વલણ દાખવી રહ્યાનો આક્ષેપ બલુચિસ્તાન અવામી પાર્ટીના સેનેટર દાનેશકુમારે લગાવ્યો છે. દાનેશકુમારે કહ્યું છે કે, ઇમરાન સરકાર મંદિરના વિકાસ માટે એક પૈસો આપતી નથી. દરવર્ષ અહીયા લગભગ ૧૦ લાખ હિન્દુ અને અન્ય દર્શનાર્થીઓ આવે છે. તેમ છતાં વિકાસ માટે ફુટીકોડી નથી આપતી. જો કે પ્રાંતિય સરકારે આ માટે ૩૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

(1:37 pm IST)