Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સાઇપ્રસના જંગલમાં ભયંકર દાવાનળ ફાટી નીકળ્યોઃ ૪ના મોત

ખેતરમાં ડાળીઓ અને સુકુ ઘાસ સળગાવાથી આગની શંકાએ એક વ્યકિતની ધરપકડ : ભારે પવનથી આગ ફેલાવાની શકયતા હોવાથી ઇઝરાયલ, ગ્રીસ અને ઇટાલીએ અગ્નિશામક વિમાનો મોકલ્યા

નિકોસીયા : સાઇપ્રસના પહાડી વિસ્તારોમાં ર૪ કલાકમાં જંગલમાં ભયંકર દવ ફાટી નીકળતા ૪ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવેલ. વન વિભાગના ડાયરેકટર અલેકઝેંડ્રોએ સાઇપ્રસના ઇતિહાસમાં સૌથી વિકરાળ આગ માનવામાં આવી શકે છે.

પોલીસે જણાવેલ કે પીડીતો રપથી ૩૦ વર્ષની વચ્ચેના ૪ ઇજીપ્તના નાગરીકો હતા. જેમને ઓંડો ગામમાં કૃષિ શ્રમિકો રૂપે તૈનાત કરાયેલ બે કલાકની અંદર જ ઓછામાં ઓછી પપ વર્ગ કિ.મી.ના વિસતારમાં જોરદાર પવનોના લીધે આગે લીમાસોલના ઉત્તર-પુર્વના ૧૦ પર્વતીય સમુહોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા.

એલેકઝેંડ્રોએ જણાવેલ કે અનેક અગ્નિશામકો અને  સતત ઉડતા અગ્નિશામક વિમાનોના રાતભરના પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. તેમણે જણાવેલ કે વર્તમાનમાં મધ્ય ટ્રડ્રોસ માસિફની સૌથી ઉંચી ચોટીઓમાંની એક માચિરાસના ગાઢ દેવદારના જંગલમાં આગ ફેલાતી રોકવા ઉપર ધયાન કેન્દ્રીત કરાયેલ.

સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસે કેટલાક પ્રભાવિત સમુદાયોના પ્રવાસ બાદ જણાવેલ કે ૧૯૭૪ પછી સાઇપ્રસને અસર કરનાર આ સૌથી મોટી ત્રાસદી હતી. એક રીપોર્ટમાં જણાવ્યા મુબજ અનેક ઘરો સળગીને ખાખ થઇ ગયેલ અને ખેતરોમાં પણ મોટા પાયે નુકસાન થયેલ. મંત્રી નિકોસે જણાવેલ કે સાઇપ્રસ પોતાના ૬૧ વર્ષમાં  સંપતિ અને માનવ જીવનના નુકસાન મામલે એક સ્વતંત્ર રાજયના રૂપમાં સૌથી વિનાશકારી આગનો સામનો કરી રહેલ હતો.

આગને ઓલવવા માટે ઇઝરાયલ, ગ્રીસ અને ઇટાલીએ અગ્નિશામક વિમાનોને સાઇપ્રસ મોકલ્યા છે કેમ કે હજુ જોખમ છે કે જોરદાર પવનોથી આગની જવાળાઓ મજબુત થઇ શકે છે. પોલીસે વધુમાં જણાવેલ કે એક ૬૭ વર્ષીય વ્યકિતની તેના ખેતરમાં ડાળીઓ અને સુકુ ઘાસ સળગાવવા દરમિયાન દવ લાગ્યાની શંકાએ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તે વ્યકિતને ૮ દિવસની જેલ કસ્ટડીમાં મોકલ્યો છે.

(1:36 pm IST)