Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ટેલીગ્રામમાં ગ્રુપ વિડીયો કોલીંગનું ફીચર ઉમેરાયુ

નવી દિલ્હી : ટેલીગ્રામે હાલમાં જે એક નવુ ફીચર ઉમેર્યુ છે જેનાથી અન્ય સોશ્યલ મીડીયા અને વીડીયો કોલીંગ સર્વિસની દુવિધા વધારશે. ટેલીગ્રામમાં ગ્રુપ વોઇસ ચેટનું ઓપ્શન ઘણા સમયથી છે. પણ હવે યુઝરને ત્યાં જ વિડીયોનો આઇકોન દેખાશે જેને કલીક કરવછાથી વીડીયો કોલ થઇ શકે. વીડીયો કોલીંગ સમયે ગમે ત્યારે યુઝર સામે વાળાને ટેપ કરતા ફુલ સ્ક્રીન કરી શકશે અથવા કોઇ વ્યકિતગત યુઝરને પીન પણ કરી શકાશે. ગ્રુપ કોલીંગમાં વધુમાં વધુ ૩૦ લોકો સામેલ થઇ શકશે. આ પ્લેટફોર્મ ઉપર યુઝર પોતાના કેમેરાની સાથે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે.

(1:36 pm IST)