Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

યુપીમાં ૭પ જીલ્લા પંચાયતોમાંથી એક પણ મુસ્લીમ અધ્યક્ષ નહી !!

લખનઉ, તા. ૬ : ઉત્તરપ્રદેશમાં જીલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીઓમાં પહેલી વખત ૭પમાંથી એક પણ જીલ્લા પંચાયતમાં મુસ્લીમ અધ્યક્ષ નથી બની શકયા. જો કે, પાંચ જીલ્લામાં ભાજપના ઉમેદવારોને જીતાવવા માટે મુસ્લિમ સભ્યોના મતની ભૂમિકા મહત્વની રહી છે. ગત ટર્મમાં સમાજવાદી પાર્ટીમાંથી મુસ્લિમ સમુદાયના ચાર નેતા જીલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટાયા હતા. મુસલમાનની વસ્તીવાળા જીલ્લામાં પણ મુસ્લિમ પ્રમુખ ન ચૂંટાવાથી એઆઇએમઆઇના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ટવીટ કર્યુ છે કે, યુપીમાં ૧૯ટકા વસ્તી મુસલમાનોની છે પણ એક પણ જીલ્લા પંચાયત પ્રમુખ મુસ્લીમને નથી ચુંટવામાં આવ્યા. યુપીમાં સત્તાધારી ભાજપમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ન બરાબર છે.

ભાજપમાંથી મુસ્લીમ ધારાસભ્ય પણ નથી. આ મુદ્દે ભાજપ પ્રવકતા રાકેશ ત્રિપાઠીનું કહેવું છે કે, તેમની પાસે ચૂંટણી જીતી શકે તેવો કોઇ મુસ્લિમ ઉમેદવાર ન હતો.

(1:34 pm IST)