Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

' ઓનર કિલિંગ ' : આવા નરાધમો માટે સમાજમાં કોઈ જગ્યા નથી : આંતર જ્ઞાતિય લગ્ન કરનાર બહેનની તથા બનેવીની હત્યાના આરોપી યુવકના જામીન અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવ્યા

અલ્હાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટે પસંદગીના યુવક સાથે આંતર જ્ઞાતિય લગ્ન કરનાર બહેનની તથા બનેવીની હત્યાના આરોપી યુવકના જામીન ફગાવી દીધા છે.

નામદાર કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ઓનર કિલિંગના આવા અપરાધીઓ માટે સમાજમાં કોઈ જગ્યા નથી.

બહેનની હત્યા કરવામાં સગા ભાઈ ઉપરાંત તેના પિતા ,કાકા ,પિતરાઈ ભાઈ ,પણ શામેલ હતા. જે પૈકી મૃતક યુવતીના સગા ભાઈએ જામીન  ઉપર છૂટવા અરજી કરી હતી.

આરોપીના વકીલે જણાવ્યું હતું કે આરોપી હુમલા વખતે હાજર હતો પરંતુ તેણે કોઈની હત્યા કરી નથી .જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે તે આ ઓનર  કિલિંગમાં શામેલ છે.તેને જામીન ઉપર છોડી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે મૃતક યુવતી જ્યોતિએ તેનાથી અલગ જ્ઞાતિના યુવક રોહિત સાથે પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા  હતા. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)