Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ - વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ : સંભવિતોને દિલ્હીનું તેડુ

ગુરૂવારે કેબિનેટનું વિસ્તરણ થવા શકયતા : અનેક પ્રધાનોની રવાનગી નિશ્ચિત : સિંધિયા, રાણે, સર્વાનંદ સોનોવાલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ ઉપરાંત જેડીયુ - અપનાદળને મળશે સ્થાન

નવી દિલ્હી તા. : કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તારની અટકળો વચ્ચે રાજનૈતિક હલચલ તેજ બની છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી કેબિનેટમાં સપ્તાહે મોટા ફેરફારો થવાના એંધાણ છે. એવામાં દરેકની નજર એના પર છે કે કોને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાનો મોકો મળે છે. તમામ અટકળો વચ્ચે અનેક નેતાઓને દિલ્હીથી તેડુ મોકલવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વખતે મોદી કેબિનેટમાં ૨૦ નવા ચહેરાઓને જગ્યા મળશે. જ્યારે હાલની કેબિનેટમાં રહેલા અનેક લોકોને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે.

કેબિનેટ વિસ્તારમાં મુખ્ય રૂપે .બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ત્યાંના નેતાઓને મંત્રી પદ મળી શકે છે. બિહારમાં જનતા દળ અને લોકજનશકિત પક્ષના પશુપતિ પારસ જુથને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળવાના એંધાણ છે.

બીજી બાજુ આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણી યોજાવાની છે. એવામાં ત્યાં સૌની ખાસ નજર રહેશે. યુપીમાં બીજેપીના સહયોગી તેમનું દળ અને નિષાદ પક્ષને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળશે. હાલમાં પક્ષના નેતાઓને બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત પણ કરી હતી.

મોદી સરકારના મંત્રીમંડળમાં આગામી દિવસની અંદર બદલાવ જોવા મળી શકે છે. સરકારના બીજા કાર્યકાળમાં થવા જઇ રહેલું પહેલું કેબિનેટ વિસ્તરણ છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કોઈ નાનો નહીં, પરંતુ મોટો બદલાવ હશે. સૂત્રો પ્રમાણે વખતે મોદી કેબિનેટમાં લગભગ ૨૦ નવા ચહેરાઓ જોવા મળી શકે છે, જયારે વર્તમાન કેબિનેટથી કેટલાક લોકોને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. દરમિયાન મંગળવાર સાંજે પીએમ મોદીના નિવાસસ્થાન પર થનારી ટોચના મંત્રીઓ સાથેની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક મંત્રી ભાગ લેવાના હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રાલયમાં વધુ ૨૦થી ૨૨ મંત્રીઓને સ્થાન મળશે. એમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલ, બિહારના ભાજપના નેતા સુશિલ મોદી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયોતિરાદિત્ય સિંધિયા અને વરૂણ ગાંધીના નામ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના રાકેશ સિંહને પણ મંત્રાલયમાં જગ્યા મળશે એવું કહેવાય છે. મહારાષ્ટ્રમાંથી બે નેતાઓને મંત્રીપદ મળશે. જમ્મુ-કાશ્મીર લદાખમાંથી પણ એક-એક નેતાને મંત્રાલયમાં તક અપાશે.

વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-૨૦૧૯માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત મંત્રાલયનું વિસ્તરણ થશે. ઉત્ત્ પ્રદેશ, પંજાબ સહિતના જે રાજયોમાં ચૂંટણી થવાની છે ત્યાંના નેતાઓને મંત્રાલયમાં સ્થાન અપાય તેવી શકયતા નકારી શકાતી નથી. તે ઉપરાંત બંગાળના ભાજપના નેતાઓને પણ તક મળી શકે છે.

તે ઉપરાંત ભાજપના સાથી પક્ષો જેડીયુ અને અપના દલના નેતાઓનો પણ મંત્રાલયમાં સમાવેશ થશે. તે સિવાય એલજેડીને સ્થાન મળશે કે નહીં તેની અટકળો પણ થઈ રહી છે. અત્યારે મોદીના મંત્રાલયમાં ૫૩ મંત્રીઓ કાર્યરત છે. ૮૧ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે શકયતા જોતાં લગભગ ૨૦થી ૨૨ નવા મંત્રીઓને જગ્યા મળશે. વળી, મંત્રાલયની ફેરબદલી થાય એવી પણ શકયતા વ્યકત થઈ રહી છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. તે પહેલાં મંત્રીઓના કામનો રિવ્યૂ કર્યો હતો. ભાજપના કેન્દ્રના યુનિટે રાજયો પાસેથી પણ વિવિધ નેતાઓના પ્રોફાઈલ તપાસ્યા હતા, ત્યારથી જ મોદીના મંત્રાલયના વિસ્તરણની અટકળો શરૂ થઈ હતી.

(3:33 pm IST)