Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કર્ણાટકમાં નવા રાજ્યપાલ : વજુભાઇ 'બેક ટુ હોમ'

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલ નિમાયા : નવસારીના મંગુભાઇ પટેલ મ.પ્રદેશના નવા રાજ્યપાલ : થાવરચંદ ગેહલોટને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા : આનંદીબેન પટેલ હવે માત્ર યુપીના ગવર્નર : મ.પ્રદેશની જવાબદારીમાંથી મુકિત

નવી દિલ્હી તા. : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તારની સંભાવનાઓ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનેક રાજ્યોના રાજ્યપાલોને બદલી દીધા છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટક, મધ્યપ્રદેશ અને હિમાચલ સહિત આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુકત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક કરી છે.

મોદી મંત્રીમંડળના વિસ્તાર પહેલા રાજસ્થાનથી આવનારા દલિત નેતા અને કેન્દ્રમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત હરિલાલ બાબુ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ અને મંગુભાઇ છગનભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ નિયુકત કરવામાં આવ્યા છે.

રાજેન્દ્રન વિશ્વનાથ અર્લેકરને હિમાચલના પ્રદેશના રાજ્યપાલ નિયુકત કરવામાં આવ્યા છે. મિઝોરમના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઇને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. હરિયાણાના રાજ્યપાલ સત્દેવનારાયણ આર્યને ત્રિપુરાના ગવર્નર બનાવામાં આવ્યા. ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી. ઉપરાંત બંડારૂ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણુંક કરાયા છે.

વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી મુકત કરવામાં આવ્યા છે તેમજ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલના ભારમાંથી મુકત કરાયા છે.

(3:07 pm IST)