Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

યુરો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ જોવા મને ટીવી આપો : આખી જીંદગી આભારી રહીશ : મુખ્તાર અન્સારી

બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારીએ ફરી એક વખત જેલમાં ટીવીની સુવિધાની માંગણી કરી

નવી દિલ્હી : યુપીની જેલમાં બંધ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારીએ ફરીવાર જેલમાં ટીવીની સુવિધાની માંગણી કરી છે.

મુખ્તાર અન્સારીએ જજ સમક્ષ માંગણી કરી હતી કે, હાલમાં યુરો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને તે જોવા માટે મારી બેરેકમાં ટીવી લગાવવામાં આવે તેવી વિનંતી છે.

કોર્ટ સમક્ષ બોગસ એમ્બ્યુલન્સના મામલામાં સુનાવણી દરમિયાન મુખ્તાર અન્સારીના વકીલે કોર્ટને કહ્યુ તહુ કે, આખા રાજ્યમાં કેદીઓને ટીવીની સુવિધા આપવામાં આવી છે પણ મુખ્તાર અન્સારીની આ સુવિધા છીનવી લેવાઈ છે. અન્સારીએ પોતાના વકીલ થકી કોર્ટને અપીલ કરી હતી કે, મને ફૂટબોલ જોવાનો શોખ છે અને યુરો કપ ચાલી રહ્યો છે. મને ટીવી અપાવી દો તો આખી જીંદગી તમારો આભારી રહીશ.

બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારીના બોગસ એડ્રેસથી આઈટી રજિસ્ટર કરવાના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેમાં અન્સારી સહિત સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

(12:25 pm IST)