Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

આતંકવાદના ખોટા આરોપો લગાવી 84 વર્ષીય ફાધર સ્ટેનને જેલમાં ધકેલી દેવાયા હતા : બુઝર્ગ અને ઉંમરલાયક ફાધરનું હિરાસત દરમિયાન મૃત્યુ એ દુઃખદ બાબત : માનવ અધિકાર માટે આજીવન કાર્યરત સોશિઅલ એક્ટિવિસ્ટનો ભોગ લેવાયો : સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન સંઘે દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ : ભીમા કોરેગાંવ ખાતે  હિંસા ફેલાવવાના આરોપસર 84 વર્ષીય ફાધર સ્ટેન ઉપર આતંકવાદનો આરોપ લગાવી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.છેલ્લા 9 માસથી તેઓ જેલમાં હતા.

જે દરમિયાન તેમની તબિયત લથડતા મે મહિનામાં તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાંથી મૃત્યુના એક  સપ્તાહ અગાઉ તેમણે આતંકવાદની કલમનો વિરોધ દર્શાવતી અરજી બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી હતી.જેની સુનાવણી 5 જુલાઈના રોજ હતી.પરંતુ તે દિવસે જ તેમનું મૃત્યુ થયું હતું.

આથી સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન સંઘે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આતંકવાદના ખોટા આરોપો લગાવી 84 વર્ષીય ફાધર સ્ટેનને જેલમાં ધકેલી દેવાયા હતા . આ બુઝર્ગ અને ઉંમરલાયક ફાધરનું હિરાસત દરમિયાન મૃત્યુ એ દુઃખદ બાબત છે. માનવ અધિકાર માટે આજીવન કાર્યરત સોશિઅલ  એક્ટિવિસ્ટનો ભોગ લેવાયો હોવા અંગે વ્યથા વ્યક્ત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:01 pm IST)