Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મદ્રાસ હાઇકોર્ટે કાર્તિ ચિદમ્બરમ તથા શ્રીનિધિ ચિદમ્બરમની પિટિશન ફગાવી : 6.38 કરોડ રૂપિયાની રકમ રિટર્નમાં ન બતાવવા બદલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની શો કોઝ નોટિસ રદ કરાવવા માંગણી કરી હતી : રિટર્નની ચકાસણીના પ્રાથમિક તબક્કે અપાયેલી નોટિસ અંગે સુનાવણી થઇ શકે નહીં : નામદાર કોર્ટનું મંતવ્ય

મદ્રાસ : પાર્લામેન્ટ મેમ્બર કાર્તિ ચિદમ્બરમ તથા તેની પત્ની શ્રીનિધિ ચિદમ્બરમે મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.જેમાં 2013 ની સાલમાં વેચેલી પ્રોપર્ટીની રકમ 6.38 કરોડ રૂપિયા રિટર્નમાં ન બતાવવા બદલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આપેલી શો કોઝ નોટિસ રદ કરાવવા માંગણી કરી હતી .

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું  હતુ કે શો કોઝ નોટિસ રિટર્નની ચકાસણીનો પ્રાથમિક તબક્કો છે.તેની સુનાવણી થઇ શકે નહીં. રિટર્નની ચકાસણી આગળ ચાલ્યા બાદ તમે રજુઆત કરી શકો છો. જો તમારી રજુઆત માન્ય રાખવામાં ન આવે તો તમે કોર્ટમાં પિટિશન કરી શકો છો.
હાલમાં પ્રાથમિક તબક્કે  કોર્ટ આ બાબતે હસ્તક્ષેપ કરી શકે નહીં.તેમ જણાવી પિટિશન રદ કરાઈ હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:01 pm IST)