Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ચંદીગઢમાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાઓ માટે 'લગ્નની દુકાનો' ખુલીઃ જયાં મેકઅપથી લઇને વકીલ સુધી બધુ મળે છે

ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાઓ માટે ચંદીગઢમાં અનોખી લગ્નો માટેની દુકાનો જોવા મળે છે. જયાં લગ્નને લગતા તમામ સામાન, પંડીત, મેરેજ સર્ટીફીકેટ, ફોટોગ્રાફર અને હાઇકોર્ટ લઇ જવા માટે વકીલ પણ મળે છે. આ પ્રેમી પંખીડાઓને મંદિર કે ગુરૂદ્વારામાં લગ્ન કરવાના હોય છે કે જેથી હાઇકોર્ટમાં લગ્નના પુરાવા બતાડી પોતાના નારાજ સગાઓ અને પરિવારો પાસેથી મંજુરી મેળવી શકે. મોટી સંખ્યામાં આવી લગ્નની દુકાનો પંચકુલામાં પ્રસિધ્ધ માતા મનસાદેવી મંદિર જતા રોડ પર લાઇનમાં આવેલી છે. આ દુકાનો કપલને તમામ પ્રકારની સર્વિસ આપે છે કે જેથી તેઓ સાત જન્મ સુધી સાથે રહી શકે. આ લગ્નની દુકાનોમાં કોઇ ધર્મ કે  જ્ઞાતિને બાધ નથી. ભાગીને આવેલા કપલને સબસીડીવાળી હોટલ કે શેલ્ટર પણ પ્રદાન કરવામાં આવે છે અને જયાં સુધી હાઇકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રહી શકે છે. અહીં વર-વધુ માટે કપડા, મેકઅપ, વકીલની સુવિધા પણ અપાય છે. પ૧૦૦થી વેડીંગ પેકેજની શરૂઆત થાય છે. જેમાં મેરેજ સર્ટી, હાર પહેરાવવા, સાત ફેરા સુધીની તસ્વીરો સાથે લગ્ન કરાવાય છે. જે પછી ૧૬૦૦૦નું પેકેજ હોય છે જેમાં વકીલની ફી પણ આવી જાય છે. પંડીત પણ તૈયાર હોય છે. જે આધારકાર્ડમાં જન્મતારીખ, પ્રમાણીત લગ્ન સર્ટીફીકેટ પણ અપાવી દયે છે. જો કે કેટલાક લોકો કહે છે કે આવી દુકાનોનું અનૈતિક કામકાજ છે.

(11:08 am IST)