Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ચાલશે લોકોની મરજી

માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સને 'ટાટા-બાય-બાય' કરશે બ્રિટન

નવી દિલ્હી તા. ૬ : યુ.કે.ના નાગરીકોને ટુંક સમયમાં માસ્કથી છુટકારો મળી શકે છે. કોરોના સંકટ દરમ્યન માસ્ક અને સોશ્યલ ડીસ્ટંસીંગનું પાલન કરવું જરૂરી બની ગયું હતું. પણ હવે રસીકરણમાં ગતિ આવ્યા પછી યુ.કે. આ બધાથી છુટકારો મળવાનું નકકી થઇ ગયું છે. બ્રીટીશ વડાપ્રધાન બોરિસ જોન્સને આની જાહેરાત કરી હતી.

જોન્સન અનુસાર, લોકોએ કોરોના વાયરસની સાથેજીવવાનું શીખવું પડશે પણ એ સાથે જ આપણે પ્રતિબંધો ઓછા કરવા તરફ આગળ વધી રહ્યા છીએ થોડા સમયમાં જ બ્રિટનમાં લોકોને ઇન્ડોર અથવા પબ્લીક પ્લેસમાં માસ્ક પહેરવાથી છુટકારો મળશે, તો એક મીટરના સોશ્યલ ડીસ્ટન્સીંગથી પણ છુટકારો મળી જશે.

બોરીસ જોન્સને જાહેરાત કરી કે ૧૯ જુલાઇથી કાયદેસર રીતે આ પ્રતિબંધો દુર થઇ શકે છે પણ હવે તે લોકો ઉપર છોડી દેવામાં આવશે. એટલે જો કોઇ વ્યકિત માસ્ક પહેરવા ઇચ્છે અને સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવા અંગે તો તે કરી શકે છે. પણ આમ ન કરનાર અંતિમ નિર્ણય ૧ર જુલાઇએ લેવામાં આવશે.

બ્રિટનના જાહેર આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમના કારણે વાયરસ નબળો પડયો છે. મોતનો આંકડો પણ ઘટયો છે. આજ કારણથી હવે અમે નિયમોમાં અમુક હદ સુધીની ઢીલ આપી શકીએ તેમ છીએ

(11:07 am IST)