Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ડેલ્ટાના ૯૮ દેશોમાં ડાકલા : ત્રીજી - ચોથી - પાંચમી લહેરની આશંકા

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના અનેક દેશોમાં 'વિલન' બની રહ્યો છે : અનેક દેશોએ નિયંત્રણો લંબાવ્યા તો અનેકે લોકડાઉન વધાર્યુ : ફ્રાંસે ચોથી લહેરની દહેશત દર્શાવી : ઇરાને પાંચમી લહેરની શંકા દર્શાવી : બાંગ્લાદેશે લોકડાઉન લંબાવ્યું : ઇન્ડોનેશિયામાં ડેલ્ટાનું તાંડવ : રેકોર્ડ તૂટયા

નવી દિલ્હી તા. ૬ : વિશ્વના અનેક દેશકોરોના મહામારીની આવતી લહેરમાં આશંકા વ્યકત કરવામાઆવી છે. તેની સૌથી મોટી વાયરસની મ્યુટેશન સામે આવેલોડેલ્ટા વાયરસ વેરિએન્ટ ગણાવામાં આવી રહ્યો છે. ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં જ મળ્યો હતો. ત્યારબાદ તેના કેસ વિશ્વના ૯૮ દેશોમાં સામે આવી ચુકયા છે. આ દેશોમાં આ વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ વેરિએન્ટથીપ્રભાવિત અનેક દેશોએ ત્રીજી, ચોથી અને પાંચમી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી છે.

ભારત મહામારીની બીજી લહેરથી તેજીથી ઉભરી આવ્યો છે. દેશમાં સતત નવા કેસમાં મહામારીથી થતા મોતમાં ઘટાડો આવી રહ્યો છે. જોકે ડેલ્ટા વેરિએન્ટના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ મહામારીની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરવામા આવી રહી છે. સરકાર તરફથી તેને રોકવાના દરેક ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે.

ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરન દેશમાં કોરોના મહામારીની ચોથી લહેર આવવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. તેઓએલોકોને તાત્કાલિક ધોરણે વેકસીન લેવાની અપીલ કરી હતી. અહેવાલના જણાવ્યા મુજબ, તેઓએ કહ્યું છે કે દેશ મહામારીની ચોથી લહેર તરફ આગળ આવીને વધી રહ્યો છે. તેના જણાવ્યા મુજબ, આ લહેર આ મહિનાના અંત સુધીમાં આવવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. ઓલિવરના જણાવ્યા મુજબ, દેશમાં ડેલ્ટા વેરિએન્ંટતેજીથી પગપેસારો કરી રહ્યો છે અને તેના કારણે કેસમાં જબરદસ્ત ઉછાળો થઇ રહ્યો છે. વિશ્વ સ્વસ્થ્ય સંગઠન અગાઉથી જ યુરોપ અને આફ્રિકામાંતેનાથી વધુ પ્રભાવિત થવાની ચેતવણી આપી ચૂકયું છે. બીજી બાજુ ઈરાને મહામારીની પાંચમી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું છે કે દેશમાં ડેલ્ટા વેરિએન્ટના લીધે રોજ આવતા કેસમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. તેને જોઈએ ૯૦થી વધુ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પાટનગર તેહરાન પણ સામેલ છે. બીજી બાજુ ૧૮૦ શહેરોનેઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

પોર્ટુગલમાં પણ ડેલ્ટાવેરિએંટના કારણે વધતા કેસના કારણે સરકારની ચિંતા વધી છે. બાંગ્લાદેશમાં પણ જીવલેણ ડેલ્ટા વેરિએન્ટના કારણે સરકારે લોકડાઉનની મર્યાદા ૧૪ જુલાઈ સુધી વધારી દીધી છે. બાંગ્લાદેશમાં કેસમાં વધારો જોવા મળ્યો છે. નોર્વેમાં ડેલ્ટા વેરિએન્ટના લીધે પ્રતિબંધોમાં છૂટ આપવાની યોજનાને હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યાં પણ પ્રતિબંધોથી છુટનું અંતિમ ચરણશરૂ થયા પહેલા જ ડેલ્ટાના કેસમાં વધારો થયો છે.

(11:05 am IST)