Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સાવધાન : ઘેર ઘેર જઈને ટ્રાફિક પોલીસે એક કરોડનો વસુલ્યો દંડ

પહેલા 25 હજારનું લિસ્ટ બન્યું એમની પાસેથી 120 કરોડનું લેણું વસૂલાશે

મુંબઈ : મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઘેર ઘેર જઈને દંડની રકમની વસુલાત શરૂ કરાઈ છે જેમાં બે સપ્તાહમાં એક કરોડનો દંડ વસુલ્યો છે આ પહેલા પોલીસે ઓન ધ સ્પોટ દંડ વસુલ કરતી હતી પણ ઈ ચલણની સિસ્ટમ આવ્યા બાદ વાહનચાલકો દંડ ભરવામાં આનાકાની કરતા હતા જેથી ટ્રાફિક પોલીસે ડોર ટુ ડોર દંડ વસૂલવા નક્કી કર્યું હતું આ માટે 25 ટીમો બનાવાઈ છે જેમાં દરેક ટીમમાં બે સભ્યો છે

 બોડી કેમેરા ધરાવતા બે કોન્સ્ટેબલ જેમણે દંડ નથી ભર્યો એવા તેમના ઘરે પહોંચી દંડની રકમ વસુલાત કરે છે ટ્રાફિક પોલીસે આવા 25 હજાર લોકોનું પ્રાથમિક લિસ્ટ બનાવ્યું છે જેમની પાસે અંદાજે 120 કરોડ લેવાનાં નીકળે છે આ લોકો પાસેથી  સૌથી પહેલા વસુલાતનો લક્ષયાંક બનાવ્યો છે

(10:52 am IST)