Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જીવ બચાવવા અંગો પણ કાપવા પડે

કોરોનાને હરાવનારાઓમાં નવી સમસ્યા : બે સપ્તાહ બાદ ધમનીઓમાં જામી જાય છે લોહીના ગઠ્ઠા

૩૦થી નાની ઉંમરના યુવાઓમાં વધી રહી છે ગંભીર સમસ્યા : ૯૦-૯૫ ટકા દર્દીઓમાં સમયસર સારવારથી રાહત મળી શકે : સારવારમાં મોડું થાય તો અંગ કાપવું પડી શકે

નવી દિલ્હી તા. ૬ : કોરોનાને માત આપનારા દર્દીઓમાં હવે એક નવી ચિંતા જન્મી છે. દર્દીની નસને બદલે ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જવાનું સામે આવ્યું છે. જીવ બચાવવા માટે અંગોને પણ કાપવા પડી શકે છે. આ સમસ્યાની સારવાર સમયસર કરી લેવાય તો દર્દીનો જીવ બચી શકે છે ્ને મોડું થાય તો શરીરના પ્રભાવિત અંગને કાપવા પડી શકે છે.

મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે લોહીની નસોમાં લોહીના ગઠ્ઠા જામવાના અનેક કેસ સામે આવ્યા છે. પરંતુ હવે ધમનીઓમા લોહી કલોટ થવાના કેસ આવી રહ્યા છે જેને ડોકટરી ભાષામાં આર્ટરિયલ થ્રોમ્બોસિસ કહેવાય છે. ધમનીમાં બ્લડ કલોટથી ગેંગરીનનો ખતરો રહે છે. રોગીનો જીવ બચાવવા માટે હાથ કે પગને પણ કાપવાની સમસ્યા આવી જાય છે. 

આર્ટરીમાં કલોટથી અન્ય અંગોને પણ ખતરો રહે છે. હેરાન કરનારી વાત એ છે કે કોરોનાને માત આપ્યા બાદ લગભગ ૨ અઠવાડિયામાં બ્લડ કલોટના કેસ સામે આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ તકલીફ યુવાઓમાં જોવા મળી રહી છે. તેમની ઉંમર ૩૦ વર્ષથી નાની છે અને થોડી વધારે પણ હોઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ અને હવે આર્ટરિયલ થ્રોમ્બોસિસ જીવન માટે મુશ્કેલી વધારી શકે છે. તેનું કારણ જાણવા માટે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિત મોટા સેન્ટરના વેસ્કયુલર સર્જનની ટીમ કામ કરી રહી છે. શકય છે જુલાઈ બાદ સારા પરિણામ આવે. 

કોરોનાની પહેલી લહેરમાં ૩૦ દિવસમાં ૪-૫ કેસ આવતા તો બીજી લહેરમાં રોજનો એક કેસ આવ્યો છે. હાથ અને પગની ધમનીમાં લોહી કલોટના કેસ વધી રહ્યા છે. બીજી લહેરમાં ધમનીમાં બ્લડ કલોટની ફરિયાદ બાદ હોસ્પિટલમાં પણ આ દર્દીની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

ડોકટર્સનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ ૪૦ કેસ આવ્યા છે અને તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. આ સાથે આ વિશે કંઈ પણ કહેવું કદાચ ઉતાવળ ભર્યું હોઈ સકે છે. સમયની સાથે તેની મુશ્કેલી વધે છે અને નસોમાં તેનો પ્રવાહ ઘટે છે. લોગીમાં રહેલા તત્વ અને તરલ પદાર્થ એકમેકથી અલગ થાય છે અને સાથે લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય છે. વ્યકિતને તેનું નુકસાન દેખાવવા લાગે છે.અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટથી તેની જાણકારી મળી રહે છે. પગમાં પેરિફેરલ એન્જિયોગ્રાફીથી લોહી જામવાની પ્રક્રિયા ઘટાડી શકાય છે અને થોડા સમય સુધી દવાઓ લેવાની રહે છે.

ડોકટરનું કહેવું છે કે પગ કે શરીરના કોઈ પણ ભાગમાં લોહીના જામવાથી જીવનું જોખમ વધે છે. રોગીને ખાંસી કે છીંક આવે તો આ કલોટ હૃદય સુધી પહોંચી શકે છે તેનાથી દર્દીનું અચાનક મોત થઈ શકે છે. ધમનીમાં લોહી જામ્યા બાદ સમયસર હોસ્પિટલ લઈ જવાથી અંગ કાપવાની સમસ્યાથી કદાચ રાહત મળી શકે છે. 

નસમાં જયારે ઓકસીજન પૂરતો હોય છે તો તેનો રંગ લાલ હોય છે અને ઓકસીજન ઓછો હોય તો તે ભૂરી અને જાંબલી રંગની થવા લાગે છે. આ સિવાય ધમનીથી શુદ્ઘ લોહી જેમાં ઓકસીજન પૂરતો હોય છે તે શરીરના અંગ સુધી લઈ જઈને અંગને નુકસાન કરે છે. આ પછી લોહીમાં ઓકસીજન ઘટે છે જેને ડિઓકસીજિનેટેડ બ્લડ કહેવાય છે. આ નસોમાં થઈને હૃદયમાં આવે છે.

(10:30 am IST)