Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

દિલ્હીની હોસ્પિટલમાં સ્ટડી

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ વિરૂધ્ધ રસી આઠ ગણી ઓછી અસરકારક છે

નવી દિલ્હી,તા. ૬: કોરોના વાયરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી છે હવે એક નવો અભ્યાસ સામે આવ્યો છે. જેનાથી ચિંતા વધી જાય છે. જે મુજબ ડેલ્ટા વેરિયન્ટ વિરૂધ્ધ વેકસીન આઠ ગણી ઓછી અસરદાર છે આનો અર્થ એ છે કે વુહાનથી મળેલા કોરોના વેરિયન્ટની તુલનામાં કોવિડના રસી ડેલ્ટા વેરિયન્ટ પર આઠ ગણી ઓછી અસરકારક છે.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ઘ વેકિસનની અસર આઠ ગણી ઓછી થશે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે વુહાન વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના વેકિસનથી બનેલી એન્ટીબોડીનો પ્રભાવ ઓછો હસે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિએન્ટને લઈને ડબ્લ્યૂએચઓ પહેલા જ ચિંતા વ્યકત કરી ચુકયુ છે. આ સ્ટડી સર ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવી છે. તેમાં તે કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ સાજા થઈ ચુકેલા કોરોના દર્દીઓ પર પણ ઓછો પ્રભાવી હશે.

રિસર્ચ સ્કવોયર દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે રી-ઇન્ફેકશન અને ટ્રાન્સમિશનને ડેલ્ટા વેરિએન્ટ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર એટલું જ નહીં વેકિસનેટેડ હેલ્થકેર વર્કર્સમાં ટ્રાન્સમિશન કલસ્ટરમાં પણ ડેલ્ટા વેરિએન્ટની ભૂમિકા જોવા મળી. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતથી ત્રણ સેન્ટર્સના ૧૦૦ વેકિસનેટેડ હેલ્થ વર્કર્સ પર એનાલિસિસમાં જોવામાં આવ્યું કે ડેલ્ટા વેરિએન્ટ નોન ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ન માત્ર વધુ પ્રભાવી છે. પરંતુ હેલ્થવર્કર્સમાં તેના સંક્રમણની ગતિ પણ વધુ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ના અંતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની ઓળખ સૌથી પહેલા મહારાષ્ટ્રમાં થઈ હતી. ત્યારબાદ ધીમે-ધીમે દેશભરમાં અન્ય કેસ સામે આવવા લાગ્યા હતા. હવે ભારતમાં કોરોનાના અન્ય વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધુ પ્રભાવવાળો વેરિએન્ટ બની ચુકયો છે. એક રિપોર્ટ પ્રમાણે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ વેરિએન્ટ સ્પાઇક પ્રોટીનને પ્રોત્સાહન આપે છે. આ વાયરસને કારણે ફેફસાની કોશિકાઓ પર અસર દેખાય છે અને વુહાન વેરિએન્ટની તુલનામાં વધુ લોકોને સંક્રમિત કરે છે. સાથે તેની પ્રસાર ક્ષમતા પણ વધુ છે. તેના કારણે આ સંક્રમણ વધુ ખતરનાક પણ હોઈ શકે છે.

(10:29 am IST)