Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ટ્વિટર પર ટ્રેન્ડ થયું મનાલી

હાલ હોટલ નથી મળતી, પછી હોસ્પિટલ નહીં મળે

કોરોનાનો ખતરો હજુ ઓછો થયો નથી, પરંતુ લોકો કદાચ ભૂલ કરી રહ્યા છે. તાજેતરમાં મનાલીથી એવી તસવીરો સામે આવી છે કે જેને લઈને સવાલ ઊભા થઈ રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યકત કરી રહ્યાં છે : કેટલાંક રાજયોમાં ગરમીના કારણે લોકોએ પહાડી વિસ્તાર તરફ પ્રયાણ કર્ર્યું છે . લોકોની બેદરકારી મોંઘી પડી શકે છે. આમને જોઈને લાગે છે કે ત્રીજી લહેર ખતરનાક હશે

મનાલીઃ એક તરફ દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. તો બીજી તરફ, મનાલીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મનાલીના રસ્તા પર એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે કે, ભીડ જોઈને જ અંદાજ લગાવી શકાય કે લોકોમાં કોરોનાનો કોઈ ડર જ રહ્યો નથી. અનેક રાજયોમાં ગરમીના કારણે પરેશાન લોકો પહાડી વિસ્તાર તરફ વળ્યાં છે. આવામાં શિમાલા, કુલ્લૂ, મનાલી અને ધર્મશાળા જેવી જગ્યાએ પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. મનાલીના રસ્તા પર લોકોની ભીડ જોઈને તેમની બેદરકારીનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે.

કોરોનાના કેસ દેશમાં દ્યટ્યા છે, પરંતુ તેનો ખતરો હજુ પણ છે. ત્રીજી લહેરને લઈને સતત આશંકા વ્યકત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ બેદરકારી રાખી તો એક વાર ફરી કોરોનાના કેસ વધી શકે છે. ત્યારે કેટલાક રાજયોમાં હજુ પણ લોકડાઉન વધારવામાં આવી શકે છે.

દિલ્હીના પાડોશી રાજયો હરિયાણામાં લોકડાઉન ૧૨ જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. જેના કારણે મનાલીમાં લોકોની વધારે ભીડ ઉમટી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરના કારણે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે.

અર્જુન દ્યોષ નામના એક યૂઝરે ટ્વિટર પર ફોટો શેર કરતા લખ્યું કે, લોકોની બેદરકારી મોંદ્યી પડી શકે છે. કોરોનાની ત્રીજી લહેર ખતરનાક હશે, આ જોઈને વિચારવાની જરૂર નથી.

એક યૂઝરે ટ્વિટ કરતા લખ્યું કે, હાલ હોટલ નથી મળી રહી બાદમાં હોસ્પિટલ નહીં મળે. લોકોની બેદરકારી જોતાં એક યૂઝરે સરકારને આવા લોકો વિરૂદ્ઘ કડક પગલા લેવાની માંગ કરી છે. સાથે જ લખ્યુ છે કે, જે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યાં તેઓ વિરૂદ્ઘ સખત પગલાં લેવામાં આવે.

તો અન્ય એક યૂઝરે લખ્યું કે, બ્રેક પર જવાની જે લોકો વાત કરે છે, એવા લોકો જ થર્ડ વેવ છે. દિલ્હીમાં પણ લોકોની બેદરકારી બાદ અનેક બજારો બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

(10:25 am IST)