Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

હવે વધારે લોકો કરી શકશે વિમાનની મુસાફરી : ડોમેસ્ટિક ફલાઈટ્સની ક્ષમતા વધારી ૬૫ ટકા કરી

સોમવારથી ૬૫ ટકા ક્ષમતાની સાથે ઉડશે ડોમેસ્ટિક ફ્લાઈટો : ડોમેસ્ટિક ફલાઈટ્સ ગત ૨ મહિના એક તૃત્યાંશ ક્ષમતાની સાથે ઉડતા રહ્યા

નવી દિલ્હી,તા. ૬: સરકારે ડોમેસ્ટિક માર્ગો પર વિમાન સેવા કંપનીઓને સોમવારથી ૬૫ ટકા ક્ષમતાની સાથે ચલાવવાની પરવાનગી આપી દીધી છે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જારી કરેલા એક આદેશમાં ક્ષમતા મર્યાદા ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી દીધી છે. આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ રહ્યો છે. અને ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી નેકસ આદેશ સુધી લાગૂ રહેશે.

મંત્રાલયે આદેશની કોપીની સાથે ટ્વીટ કરી જણાવ્યું, ઘરેલુ હવાઈ યાત્રાને વધારવાની માંગની સાથે ઘરેલી નાગરિક ઉડ્ડયન ક્ષમતાની મર્યાદા ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી દીધી છે.

ગત વર્ષને પુરા ૨ મહિના સુધી દેશમાં નિયમિત પ્રવાસી વિમાનો પર પૂરી રીતે પ્રતિબંધ લગાવ્યા બાદ મંત્રાલયે એક તૃત્યાંશ ક્ષમતાની સાથે ઘરેલૂ માર્ગો પર પ્રવાસી વિમાનોની પરવાનગી આપી હતી. બાદમાં આ મર્યાદા વધારીને ૮૦ ટકા કરી દેવામાં આવી હતી.

મહામારીની બીજી લહેર અને પ્રવાસીઓની સંખ્યામાં ભારે દ્યટાડો જોવા મળ્યો છે. જેને જોતા મંત્રાલયે ગત ૨૮ મેથી ક્ષમતા મર્યાદાને ફરી ઘટાડીને  ૫૦ ટકા કરી દીધી હતી.

(10:24 am IST)