Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

GSTમાં જોઇન્ટ કમિશનરની મંજૂરી વિના સીઝ કે સર્ચ નહીં કરી શકાશે

કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છતાં આડેધડ કરાતી કામગીરીથી વેપારીઓ પરેશાન : અધિકારીઓની આડોડાઇને લીધે મહિનાઓ સુધી વેપાર બગાડવાની સ્થિતી

મુંબઇ,તા.૬ : જીએસટીમાં હાલ વેપારીઓ પાસેથી વસૂલાત કરવા માટે અધિકારીઓ દ્વારા મનમાની કરવામાં આવી રહ્યા ના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ વેપારીઓની મિલકતની સાથે સાથે બેંક એકાઉન્ટ પણ સીઝ કરી દેતા હોય છે. જોકે, આવી કાર્યવાહી કરતા પહેલાં જોઇન્ટ કમિશનરની મંજૂરી જરૂરી છે. તેમજ આવી મંજૂરી ના હોય તો વેપારી આવી કામગીરીનો વિરોધ પણ કરી શકતો હોય છે. તેમજ અધિકારીઓને મંજૂરી બાદ જ કાર્યવાહી કરવાની ફરજ પાડી શકાય તેવી જોગવાઇ કાયદામાં કરવામાં આવી છે.

વેપારીઓને અધિકારીઓની કનડગત ઓછી થઇ શકે તે માટે વખતોવખત નિયમોમાં સુધારો કરવામાં આવતો હોય છે. આજ કારણોસર વેપારીને કોઈ પણ નોટિસ આપવામાં આવે તો ફરજિયાત ડીન નંબર (ડોકયુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર) ફરજિયાત આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે કોઇ પણ વેપારીને ત્યાં સર્ચ કે સીઝની કાર્યવાહી કરવાની હોય તો તે માટે પણ જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીની મંજૂરી ફરજિયાત હોવાનો નિયમ છે. તેમ છતાં કેટલાક અધિકારીઓ આવી કોઇ પણ પ્રકારની મંજૂરી વિના કાર્યવાહી કરતા હોવાનો વિવાદ સમયાંતરે બહાર આવે છે. પરંતુ તેનું પરિણામ અધિકારીઓ ભોગવે તે પહેલા વેપારીએ ભોગવવું પડતું હોય છે. કારણ કે તેની મિલકત અને બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે તો વેપારીએ કોર્ટમાં તેની સામે જવું પડતું હોય છે. જયારે કોર્ટના ચુકાદા બાદ જ વેપારીને રાહત મળતી હોય છે. જેથી વેપારી દ્વારા સીઝ અને સર્ચની કાર્યવાહી કરતા પહેલાં જ અધિકારી પાસે મંજૂરીનો પત્ર માંગવામાં આવે તો ત્યારે જ તેઓને અટકાવી શકાતા હોય છે.

  • જોઇન્ટ કમિશનર સિવાયની મંજૂરી અમાન્ય ગણાય

જોઇન્ટ કમિશનર સિવાય અન્ય કોઇ પણ અધિકારીએ આપેલી મંજૂરીને કોર્ટ દ્વારા અમાન્ય ગણવામાં આવતી હોય છે. જોકે, સચ અને વોરટમાં કરદાતાને કોપી આપવામાં આવતી નથી. પરતુ જો તેઓ દ્વારા માંગવામાં આવે તો તેને બતાવવામાં આવે છે. તેમાં જોઇન્ટ કમિશનરે મંજરી આપી છે કે નહીં તે ચકાસણી કરવી ખુબ જ જરૂરી છે.                              

-રાજેશ ભઉવાલા (સીએ)

(10:23 am IST)