Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

માણસોમાં ફેલાતી ૧૦ માંથી ૬ બિમારીઓ પ્રાણીઓમાંથી..

પ્રાણીઓ સાથેની સગતમાં જો સાવધાની રહી તો દુર્ઘટના ઘટી શકે : જાનવરથી વ્યકિતને થતા ઝૂનોટિક ડિસીઝ હવા, પાણી અને ખોરાકથી થઇ શકે

નવી દિલ્હી,તા. ૬ :પશુઓ સાથે રહેવાનું પસંદ કરનારાઓનું પ્રમાણ તબક્કાવાર વધી રહ્યું છે. પ્રાણીઓ સાથેની સંગતમાં જો સાવધાની રહી તો દુર્ઘટના ઘટી જેવી જીવલેણ બીમારીઓ પણ થઇ શકે છે. પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાઇ રહેલા રોગ સામે જાગૃતિ લાવવા માટે પ્રતિ વર્ષ તા. ૬ જુલાઈએ વર્લ્ડ ઝૂનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

કોરોનાની નાગચૂડમાંથી હજી વિશ્વ સંપૂર્ણ બહાર આવ્યું નથી. ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી આ વૈશ્વિક મહામારી કયાંથી આવી? કેવી રીતે આવી? હજી  આજે પણ તેનો માત્ર અંદાજ લગાવાઇ રહ્યો છે.  ચામાચીડયાથી કોરોના ફેલાયો હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે, હજી સુધી કોઈ નક્કર કહો કે ચોક્કસ પુરાવા વિશ્વ પાસે નથી. પ્રાણીઓ સાથેની મિત્રતા, તેમની સાથેની નિકટતા કે સંગત દરમિયાન કેટલીક વખત યોગ્ય કાળજી રાખવામાં નહીં આવે તો વ્યકિત જીવલેણ બીમારીઓનો પણ શિકાર બની શકે છે. આજે વિશ્વમાં પ્રત્યેક ૧૦ બિમારીઓ માંથી ૬ રોગ પ્રાણીઓમાંથી વ્યકિતમાં ફેલાય રહ્યાં છે. આ બિમારી હવા, પાણી અને ખોરાક, કોઇ પણ માધ્યમથી ફેલાઇ શકે છે. પશુ કે પ્રાણીઓનું લોહી, લાળ અને ટિશ્યુથી પણ કેટલીક ગંભીર બિમારીઓ વ્યકિતનો જીવ લઇ શકે છે.

આધુનિક ટેકનોલોજીની વાતો તો કરવામાં આવે છે પરંતુ પ્રાણીઓ ૫૨ કરવામાં આવતાં અખતરાને કારણે સમગ માનવ જીવન જોખમમાં મુકાતું હોય છે. તેનું જ પરિણામ કૌરોનાના સ્વરૂપે જોવા મળ્યું છે. પ્રકૃતિ સાથેનું સંતુલન અને સંકલન નહીં જાળવવાને કારણે આજે સમગ્ર જીવસૃષ્ટિ અવારનવાર નવી આફતોનો સામનો કરી રહી છે.

  • બિલાડીના વધુ પડતા સંપર્કથી વ્યકિત ટોકસોપ્વઝમાનો શિકાર થઇ શકે

એક રિપોર્ટ મુજબ સૌથી વધુ લોકો ઘરમાં બિલાડી કે ડોગ પાળે છે. ઘરમાં કૂતરો પાળનારા મોટાભાગના લોકો વેકિસનેશન કરાવી લે છે. પરતુ કેટ્સ લવર આ ગંભીર બાબતને નજરઅંદાજ કરે છે. બિલાડીને ખોળામાં બેસીને રમાડવી આપણા માટે કેટલી જોખમકારક છે તે હકીકતથી મોટાભાગના લોકો હજી પણ અજાણ છે. બિલાડીના સંપર્ર્કમાં વધુ પડતા આવવાથી વ્યકિતને ટોકસોપ્લાઝમા જેવી ખતરનાક બિમારી થઇ શકે છે. જે સીધી વ્યકિતના મગજ ઉપર અસર કરે છે. જે વ્યકિતની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા પણ સમાપ્ત કરી શકે છે. એટલું જ નહીં. ગર્ભવતી મહિલાઓ માટે બિલાડી સૌથી વધુ જોખમી બની શકે છે. બિલાડીના પેટાસાઇટ પ્લેસેંટાના માધ્યમથી પ્રેગનન્ટ મહિલાના ગર્ભસ્થ શિશૂમાં પણ પહોંચી શકે છે.

  • કૂતરાને થતી ખંજવાળ મનુષ્યમાં આવી શકે

ઘરમાં પાલતું પેટ્સને જો ખજવાળ નીકળી હોય અને વ્યકિત તેના સતત સપર્કમાં આવ્યો હોય તો કૃતરાને થયેલી ખૂજલી મનુષ્યમાં પણ આવી શકે છે. તો. ગાયને બ્રુસેલોસિસ નામનો રોગ થયો છે. તે સમયે વ્યકિત જો ગાયનું કાચુ દૂધ પીએ છે તો તેના શરીરમાં પણ બ્રુસેલા બેકટેરીયા પહોંચવાની પુરેપુરી શકયતા રહેલી છે. આ ઉપરાંત ટીબીથી પીડાતી ગાયનો દૂધ કાઢનારી વ્યકિત પોતે પણ ટીબીનો શિકાર થઇ શકે છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓમાંથી આ ઉપરાંત ટિંગવામ, લેપ્ટોસ્પાઇરોસિસ. જિઆર્ડિંગા જેવી ખતરનાક બિમારી પણ થઇ શકે છે.

(10:22 am IST)