Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કોરોનાના કેસોમાં ઘટડો થતા વિમાનમાં પેસેંજર કેપિસિટીમાં થયો વધારો :નવી ગાઈડલાઈન જાહેર

મુસાફરોની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય: શનિવારે 1,436 ફ્લાઇટ્સએ ઉડાન ભરી :સતત પાંચમા અઠવાડિયામાં એર ટ્રાફિકમાં વધારો

નવી દિલ્હી :  ભારતમાં એરલાઇન્સ કંપનીઓ હવે 65 ટકા મુસાફરોની ક્ષમતા સાથે ઉડાન કરી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોવિડ-19ની બીજા લહેર દરમિયાન મુસાફરોની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક વિમાની કંપનીઓને ટ્રાફિક ઓછા હોવાને કારણે તેઓ જે મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે તેના પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેમની દરખાસ્તો રજૂ કરવા જણાવ્યું હતું.

  પેસેંજર કેપિસિટીમાં વધારો કરવાને લઈને આ અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અને ભારતીય વિમાનમથક ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી શકે છે. નોંધનિય છે કે, કોવિડ-19ની બીજા લહેરને કારમે ઘણા રાજ્યો દ્વારા લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધોને કારણે ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ ભારતમાં સતત પાંચમા અઠવાડિયામાં એર ટ્રાફિકમાં વધારો થયો હતો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, 3 જુલાઈએ દેશભરમાં 1,436 ફ્લાઇટ્સમાં 1,58,623થી વધુ મુસાફરોએ હવાઈયાત્રા કરી હતી. ઘરેલુ મુસાફરોના ટ્રાફિક જેમા ગયા વર્ષે 25 મેથી એરપોર્ટ કામગીરી ફરી શરૂ થયા બાદ સતત રેમ્પ-અપ જોવા મળ્યું. ફેબ્રુઆરીમાં અગાઉના વર્ષના 64 ટકાના સ્તરે પહોંચ્યું હતુ, પરંતુ તે એપ્રિલથી મહિનાને દર મહિને 28 ટકા ઘટીને 1.79 લાખ પર પહોંચી ગયું. 1 મેથી 16મે સુધી એપ્રિલની સરેરાશની તુલનામાં 56 ટકાનો વધુ ઘટાડો થયો હતો.

(12:53 am IST)