Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ચીને એફવાય-૩ઈ નામનો સેટેલાઈટ લોંચ કર્યો સમુદ્રનું તાપમાન માપશે: હવામાનની આગાહી કરવામાં મદદરૃપ

વેધર સેટેલાઈટના બહાને ચીન હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ઉપર જાસૂસી કરશે.: અમેરિકા અને ભારતની સમુદ્ર ગતિવિધિ પર નજર રાખશે

નવી દિલ્હી : ચીને એફવાય-૩ઈ નામનો સેટેલાઈટ લોંચ કર્યો છે. આ સેટેલાઈટ હવામાનની આગાહી કરવામાં મદદરૃપ થશે, સમુદ્રનું તાપમાન માપશે અને વાવાઝોડાંના ઉદ્ભવની સચોટ માહિતી આપશે.

  વેધર સેટેલાઈટના બહાને ચીન હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ઉપર જાસૂસી કરશે. સમુદ્રનું તાપમાન માપવાના નામે ચીન ખાસ તો અમેરિકા અને ભારતની સમુદ્ર ગતિવિધિ પર નજર રાખશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
  ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના કહેવા પ્રમાણે સેટેલાઈટમાં અત્યાધુનિક સેન્સર્સ ગોઠવવામાં આવ્યા છે. વિશ્વમાં જે બરફ પીગળી રહ્યો છે તેની વિગતો પણ આ સેટેલાઈટથી જાણી શકાશે.
  ઉત્તર પશ્વિમ ચીનના જિયુક્વાન સેટેલાઈટ સેન્ટરથી આ સેટેલાઈટ લોંચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઈટને આઠ વર્ષ મોકલવામાં આવ્યો છે. એટલે કે સેટેલાઈટ ઓછામાં ઓછાં આઠ વર્ષ સુધી કામ કરશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચીને એફવાય-૪બી ઉપગ્રહ લોંચ કર્યો હતો, જેનો ઉપયોગ પણ ચીન હવામાન વિભાગ માટે કરે છે. ચીને પોતાની નેવિગેશન સિસ્ટમ વિકસાવવાના ભાગરૃપે અત્યાર સુધીમાં ચાર ઉપગ્રહો લોંચ કર્યા છે. તેના ભાગરૃપે જ આ સેટેલાઈટ પણ લોંચ થયો છે.

(12:29 am IST)