Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અમદાવાદના દરિયાપુરમાં 7 મકાનમાં ચાલતું સૌથી મોટું જુગારધામ ઝડપાયું : 150 લોકો ઝડપાયા : સંચાલકની અટકાયત : ખળભળાટ

સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા

અમદાવાદમાં ફરી એક વખત સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારનો આટલો મોટો અડ્ડો ચાલતો હોવાની માહિતી શું પોલીસને હશે જ નહીં. તેવા સવાલ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગના દરોડા બાદ થાય છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર એક જગ્યા છે. મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા છે. અલગ-અલગ 7 ઘરની અંદર આ જુગારધામ ચાલતું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. લાંબા સમયથી આ જુગારધામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા બાદ જુગાર રમાડનાર અને કોની રહેમ નજર હેઠળ આ જુગાર ધામ ચાલતું હતું. તેની તપાસ ચાલી રહી છે.

(8:58 am IST)