Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ગોવામાં 15 જુલાઈ સુધી કર્ફ્યુ લંબાવાયો અને હરિયાણામાં 12 જુલાઈ સુધી કર્ફ્યુ વધારી દેવાયો

ગોવામાં બાર અને રેસ્ટોરન્ટ 50% ક્ષમતા સાથે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખોલી શકાશે

ગોવા અને હરિયાણા સરકારે કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.ગોવામાં 15 સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું જ્યારે હરિયાણામાં 12 જુલાઈ સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે

ગોવા સરકારે આગામી 15મી જુલાઈ સુધી કરફયુ લંબાવ્યુ છે...જેમાં દુકાનદારો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલી શકાશે...સલુન અને સ્ટેડિયમ ખુલી દેવામાં આવ્યા છે...જ્યારે બાર અને રેસ્ટોરન્ટ 50% ક્ષમતા સાથે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખોલી શકાશે

હરિયાણામાં 12 જુલાઈ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.જેમાં અગાઉનાં નિયમોનું લોકોએ પાલન કરવાનું રહેશે...રાજ્યમાં હોટેલ સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે...પરીક્ષાઓ 5 થી 20 તારીખ સુધી યોજવાની મંજુરી પણ આપવામાં આવી છે 

(12:00 am IST)