Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સેન્સેક્સમાં ૩૯૫, નિફ્ટીમાં ૧૧૨ પોઈન્ટનો ઊછાળો

હિંદાલકો, ઓએનજીસી, એસબીઆઈના શેરોમાં તેજી : એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડીસ લેબ, બીપીસીએલ તેમજ બ્રિટાનિયા ઈન્ડ.ના સ્ટોક વધુ ગિરાવટ સાથે બંધ

મુંબઈ, તા.૫ : સ્થાનિક શેર બજાર સોમવારે પણ ભારે વૃધ્ધિ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ ૩૯૫.૩૩ પોઈન્ટ એટલે કે ૦.૭૫ ટકાના ઉછાળ સાથે ૫૨,૮૮૦ પોઈન્ટ પર બંધ થયો. એજ રીતે એનએસઈનો નિફ્ટી ૧૧૨.૨૦ પોઈન્ટ એટલે કે ૦.૭૧ની તેજી સાથે ૧૫,૮૩૪.૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર હિંદાલકો ઈન્ડસ્ટ્રી, ઓએનજીસી, એસબીઆઈ, ટાટા સ્ટીલ તેમજ કોલ ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, ડો. રેડ્ડીસ લેબ, બીપીસીએલ તેમજ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીના સ્ટોક સૌથી વધુ ગિરાવટ સાથે બંધ થયા હતા. સેક્ટરોલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો બેંક, મેટલ, રિયલિટી અને પીએસયુ બેંક ઈન્ડેક્સ ૧-૩ ટકાના ઉછાળ સાથે બંધ થયા. આઈટી અને વીજળી કંપનીના શેરોમાં થોડી વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ પર એસબીઆઈના શેરમાં સૌથી વધુ ૧.૯૨ ટકાનો ઊછાળો નોંદાયો હતો. તો વળી ટાટા સ્ટીલ, એલએન્ડટી, બજાજ ફિનસર્વ. એક્સિસ બેંક, બજાજ ફાયનાન્સ, એમ એન્ડ એમ, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, પાવર ગ્રિડ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, ઈન્ફોસિસ, બજાજ ઓટો, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, મારૂતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને નેસ્લે ઈન્ડિયાના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા. બીજી બાજુ ટેક મહિન્દ્રાના શેરોમાં સર્વાધિક ૧.૩૪ ટકાની તૂટ જોવા મળી હતી. એજ રીતે ડો. રેડ્ડીસ, એચસીએલ ટેક, ટાઈટન, ભારતી એરટેલ, ટીસીએસ અને સન ફાર્માના શેર લાલા નિશાન સાથે બંધ થયા હતા.

અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ અને સિઓલમાં બજાર વૃધ્ધિ સાથે બંધ થયા. બીજી બાજુ હોંગકોંગ અને ટોક્યોમાં સ્ટોક માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયા. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સ્ટોક માર્કેટના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ શુક્રવારે ૯૮૨.૮૦ કરોડ રૂપિયાના મુલ્યના શેરોનું વેચાણ અને શુધ્ધ આધાર પર વેચવાલ રહ્યા હતા.

(12:00 am IST)