Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

79 વર્ષની ઉંમરે મને જેલની સજા કરવી તે બાબત મોતની સજા બરાબર છે : સાઉથ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમા ને ભ્રષ્ટાચાર મામલે 15 માસની જેલસજા થતા સમર્થકો તોફાને ચડ્યા

જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમા ને ભ્રષ્ટાચાર મામલે 15 માસની જેલસજા થઇ છે. તેમણે તપાસ કમિટી સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો હતો. તથા જણાવ્યું હતું કે કમિટી સમક્ષ હાજર થવા કરતા હું જેલમાં જવાનું પસંદ કરીશ. આથી તેમની ઉપરના આરોપો માન્ય રાખી કોર્ટે તેમને એકપક્ષીય રીતે 15 માસની જેલસજા ફરમાવી હતી.

આ સજાનો  વિરોધ કરવા તેમણે ગઈકાલ રવિવારે પોતાના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ બોલાવી હતી. તથા જણાવ્યું હતું કે કોવિદ -19 સંજોગોમાં 79 વર્ષની ઉંમરે અને નાદુરસ્ત તબિયત હોવા છતાં મને ફરમાવાયેલી જેલસજા મોતની સજા બરાબર છે.

આ  દરમિયાન તેમના નિવાસ સ્થાન પાસે તેમના સમર્થકો કોવિદ -19 પ્રોટોકોલનું પાલન કર્યા વિના તોફાને ચડ્યા હતા અને હવામાં ગોળીબાર કર્યો હતો તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:03 am IST)