Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂકને બહાલી આપી:મદ્રાસ હાઈકોર્ટ હાલમાં તેની મંજૂર સંખ્યા 75ની સામે 53ની સંખ્યા પર કામ કરી રહી છે:22 જગ્યા ખાલી છે

ન્યુદિલ્હી :કેન્દ્ર સરકારે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના વધારાના જજ તરીકે ત્રણ એડવોકેટ અને બે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂકને બહાલી આપી છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે પોસ્ટ કરેલા એક ટ્વિટ દ્વારા કરેલી જાણ મુજબ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક પામેલા લોકોના નામ નીચે મુજબ છે.

લક્ષ્મણ ચંદ્ર વિક્ટોરિયા ગોવરી (એડવોકેટ)

પિલ્લઈપક્કમ બહુકુટુમ્બી બાલાજી (એડવોકેટ)

કન્ધાસામી કુલંદાઇવેલુ રામકૃષ્ણન (વકીલ)

રામચંદ્રન કલાઈમથી (ન્યાયિક અધિકારી)

 કે ગોવિંદરાજન થિલકવાડી (ન્યાયિક અધિકારી)
 

તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:46 pm IST)