Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આજે રિઝર્વ બેંકની બેઠકમાં નકકી થશે નવી મૌદ્રિક નીતિ

૮ ફેબ્રુઆરીએ રેપોરેટની થશે જાહેરાત

નવી દિલ્‍હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા રેપોરેટ નકકી કરવા માટે મૌદ્રિક નીતિ સમિતિ(એમપીસી)ની બેઠક આજથી શરૂ થઇ રહી છે. તેના પરિણામોની જાહેરાત ૮ ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ બેઠક એવા સમયે થઇ રહી છે. જયારે હાલમાં જ અમેરિકન ફેડરલ બેંક તરફથી વ્‍યાજ દરમાં વધારાની ગતિને ઘટાડવામાં આવી છે.

આ વખતની બેઠકમાં પણ રીઝર્વ બેંક સામે સૌથી મોટો મુદ્દો મોંઘવારી દર આરબીઆઇ દ્વારા નકકી કરાયેલ મોંઘવારીના બેન્‍ડ ૨-૬ કરતા ઉપર રહયો છે. જોકે નવેમ્‍બર અને ડીસેમ્‍બરમાં મોંઘવારી ૬ ટકાથી નીચે રહી છે.

જણાવી દઇએ કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વબેંક વ્‍યાજદરોમાં પાંચ વખત વધારો કરી ચૂકી છે. આના કારણે રેપોરેટ ૪ ટકાથી વધીને ૬.૨૫ ટકા પર આવી ગયો છે.

(5:04 pm IST)