Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાહુલગાંધી સામે બદનક્ષી કેસમાં અરજદાર હાઇકોર્ટના શરણેઃ રરમી માર્ચે સુનાવણી

કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે પોલીસ ફરીયાદ થયેલ અને રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં હાજર કરીને જુબાની આપી હતી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષી મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે  અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.  તો સાથે જ રોહન ગુપ્તાની જુબાની લેવા હાઇકોર્ટ માં અરજદારની રજૂઆત છે.

 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાહુલ ગાંધી પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી ચુક્યા છે, હવે 22 માર્ચે આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે. અગાઉ મેટ્રો કોર્ટે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદારે હાઈકોર્ટમાં મેટ્રો કોર્ટના હૂકમને પડકારતી અરજી કરી છે. અગાઉ રોહન ગુપ્તા કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ઓલ ઈન્ડિયાના ચેરમેન હતા. અને હાલમાં તેઓ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે.

(12:35 pm IST)