Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મુસ્લિમોએ ટાઇમ્સ સ્ક્વેર પર પઢી નમાઝ : અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત બન્યું

મુસ્લિમોના રોડ પર નમાઝ પઢવાથી સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો

 

અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત મુસ્લિમોએ તરાવીહની નમાઝ ન્યૂયોર્કના વિશ્વપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેરના રોડ પર પઢી છે. હજારોની સંખ્યામાં મુસ્લિમો ટાઇમ્સ સ્ક્વેરના રોડ પર એકઠા થઇ ગયા હતા અને શનિવારે રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થતા તરાવીહની નમાઝ પઢી. આ વચ્ચે મુસ્લિમોના રોડ પર નમાઝ પઢવાથી સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો છે. કેટલાક લોકો અહીં નમાઝ પઢવાનું સમર્થન કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં એવા પણ લોકો છે જે આનો ખુલીને વિરોધ કરી રહ્યા છે.

ગલ્ફ ટૂડેના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઇતિહાસમાં આવું પહેલી વખત થઇ રહ્યું છે જ્યારે મુસ્લિમોને ટાઇમ્સ સ્ક્વેર જેવી ચર્ચિત જગ્યા પર નમાઝ પઢી છે. આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે, અમેરિકામાં રહેતા મુસ્લિમો ઇચ્છતા હતા કે રમઝાનને ન્યૂયૉર્ક સિટીના આ બહુચર્ચિત સ્થળ પર મનાવવામાં આવે અને બીજાને એ બતાવવામાં આવે કે ઇસ્લામ એક શાંતિપર્ણ ધર્મ છે. આયોજકોએ કહ્યું કે, ઇસ્લામને લઇને આખી દુનિયામાં ખોટી ધારણાઓ છે.

આયોજકોએ કહ્યું કે, અમે તમામ લોકોને પોતાના ધર્મ અંગે બતાવવા માંગતા હતા જે આ વિશે નથી જાણતા. ઇસ્લામ શાંતિનો ધર્મ છે. મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શનિવારે શરૂ થયો છે. ચંદ્ર દેખાયા બાદ રમઝાનનું એલાન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે ટાઇમ્સ સ્ક્વાયર પર નમાઝ પઢવાને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ રહી છે. આ ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ આયોજનની કેટલાક લોકોએ નિંદા પણ કરી છે.

(12:25 am IST)