Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કોલેજના પુસ્તકમાં દહેજના ફાયદાનો ઉલ્લેખ પર શિવસેનાના નેતાએ કહ્યું- શરમજનક: આ પુસ્તક તાત્કાલિક હટાવવું જોઈએ

પુસ્તકમાં દહેજના ફાયદા કઇંક આ રીતે લખવામાં આવ્યા છે – તે નવું ઘર ઉભું કરવામાં મદદરૂપ થાય છે, તેથી ફ્રીજ, ટીવી અને ગાદલા જેવી વસ્તુઓ આપવામાં આવે છે

મુંબઈ : કોલેજમાં ભણાવામાં આવતી એક પુસ્તકની તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના પેજ પર જે પણ લખવામાં આવ્યું છે તે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. વાસ્તવમાં, આમાં લગ્ન સંબંધિત દહેજ જેવી ગેરરીતિઓના ફાયદા વિશે લખવામાં આવ્યું છે. આ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે કે આ પુસ્તક વિદ્યાર્થીઓને શું શીખવે છે.

પુસ્તકમાં દહેજના ફાયદા કઇંક આ રીતે લખવામાં આવ્યા છે – તે નવું ઘર ઉભું કરવામાં મદદરૂપ થાય છે, તેથી ફ્રીજ, ટીવી અને ગાદલા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. બીજું, તે પિતાની બાજુથી પુત્રીની મિલકત છે. ત્રીજા મુદ્દામાં લખ્યું છે કે સારી વાત છે કે લોકો દહેજના બોજના ડરથી દીકરીઓને ભણાવી રહ્યા છે જેથી દીકરીના લગ્નમાં ઓછું દહેજ આપવું પડે. આ પછી, ચોથા અને સૌથી વિવાદાસ્પદ મુદ્દામાં લખ્યું છે – દહેજની મદદથી દેખાવડીના હોય તેવી છોકરીઓના લગ્ન કરવા પણ સરળ છે.

ટ્વિટર પર આ વાયરલ તસવીર શેર કરતાં શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું- ‘હું કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને વિનંતી કરું છું કે આવા પુસ્તકોને હટાવી દો. શું દહેજના ફાયદાઓનું વર્ણન કરતું પાઠ્યપુસ્તક ખરેખર આપણા અભ્યાસક્રમમાં હોઈ શકે? આ દેશ અને તેના બંધારણ માટે શરમજનક બાબત છે.

(11:46 pm IST)