Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજસ્થાનના કરૌલીમાં હિંસા વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની બહાદુરી :આગમાં ફસાયેલા બાળકનો જીવ બચાવ્યો

કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગની જ્વાળા વચ્ચે મકાનમાં ઘુસી અને બાળકને એક કપડામાં ઢાંકી,મહિલાઓને કહ્યું, હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે મારી પાછળ દોડજો : IPS સુક્રિતિ માધવે લખ્યું‘તમ મેં પ્રકાશ હૂં, કઠીન વક્ત કી આસ હૂં -

 રાજસ્થાનનાં કરૌલી શહેરમાં શનિવારના રોજ હિંદુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી બાઇક રેલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બાદ ત્યાં હિંસા ભડકી ઉઠી હતી. અસામાજિક તત્વોએ એક ડઝનથી વધુ દુકાનો અને ત્રણ બાઇકને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ ફેલાયેલી તંગદિલીને લઇ સમગ્ર શહેરમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને રોકવા માટે વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી હતી.

હિંસાની આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી સામે આવી છે. પથ્થરમારાની ઘટના બાદ અસમાજિક તત્વોએ દુકાનમાં આગ લગાડી દીધી હતી. જેથી માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બે મહિલા પોતાનો જીવ બચવવા માટે આમતેમ ભાગતા નજીકમાં આવેલા એક મકાનમાં સંતાઈ ગઈ હતી. પરંતુ મકાન પણ આગને ઝપેટમાં આવી ગયું હતું. મકાનમાં ચારેબાજુ આગ જોતા મહિલાઓ ભયભીત થઇ ગઈ. આ મહિલા સાથે એક બાળક પણ હતું. આગને જોઈ બાળક પણ રડવા લાગ્યું હતું. મહિલાઓએ બાળકનો જીવ બચાવવા માટે બુમાબુમ કરી દીધી હતી.

હિંસામાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા કરૌલી પોલીસ ચોકીનાં કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ મહિલાઓ અને બાળકોનો અવાજ સાંભળ્યો. કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મુકીને આગની જ્વાળા વચ્ચે મકાનમાં ઘુસી ગયો હતો. અને બાળકને એક કપડામાં ઢાંકી દીધો હતો. ત્યારબાદ મહિલાઓને કહ્યું, હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે પણ મારી પાછળ દોડજો. આ બોલી કોન્સ્ટેબલ મકાનની બહાર ભાગ્યો અને તેની પાછળ બંને મહિલાઓ પણ ભાગી ગઈ. આમ ત્રણેયનો જીવ બચી ગયો હતો,

IAS અને IPS અધિકારીઓ તેની આ બહાદુરી પર સલામ કરી રહ્યાં છે - IPS સુક્રિતિ માધવે લખ્યું‘તમ મેં પ્રકાશ હૂં, કઠીન વક્ત કી આસ હૂં - રાજસ્થાનમાં બાઈક રેલી પર પથ્થરમારો થયા બાદ કોમી રમખાણ થયું હતું

 

(11:19 pm IST)