Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

બોલીવુડના શ્રીદેવી,ઇરફાનખાન લતામંગેશ્કર સહિતની સેલિબ્રિટીના પરિવારના સભ્યોએ તેમની સંપત્તિનો અમુક ભાગ દાનમાં આપી દીધો

છેલ્લા વર્ષોમાં બોલીવુડે દિલીપ કુમાર, ઋષિ કપૂર, ઈરફાન ખાન, શ્રીદેવી , સુશાંત સિંહ રાજપૂત , લતા મંગેશકર , જગદીપ, સરોજ ખાન અને સિદ્ધાર્થ શુક્લા સહિત ઘણા મોટા સ્ટાર્સ ને ગુમાવ્યા

મુંબઈ ; છેલ્લા વર્ષોમાં બોલીવુડે દિલીપ કુમાર, ઋષિ કપૂર, ઈરફાન ખાન, શ્રીદેવી , સુશાંત સિંહ રાજપૂત , લતા મંગેશકર , જગદીપ, સરોજ ખાન અને સિદ્ધાર્થ શુક્લા સહિત ઘણા મોટા સ્ટાર્સ ને ગુમાવ્યા છે. તેમાંથી ઋષિ કપૂર, ઈરફાન ખાન , શ્રીદેવી, સુશાંત સિંહ રાજપૂત અને સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ હતું. આ સેલેબ્સના ફેન્સ હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તેઓ હવે આ દુનિયામાં નથી. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક બોલિવૂડ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કાં તો ઈચ્છા અનુસાર તેમની મિલકત દાન કરવાનો નિર્ણય લીધો અથવા મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોએ તેમની સંપત્તિનો અમુક ભાગ દાનમાં આપી દીધો હતો.

શ્રીદેવી – દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઇમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેમના પતિ બોની કપૂરે તેમની અડધી સંપત્તિ ચેરિટીમાં દાન કરી દીધી હતી. આ સમય દરમિયાન તે પૈસાથી મહારાષ્ટ્રના એક ગામમાં એક શાળા બનાવાઇ હતી. જ્યાં બાળકોને મફત શિક્ષણ મળે છે.

 

ઇરફાન ખાન – બોલિવૂડ ઈરફાન ખાનનું 2 એપ્રિલ 2020ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. ઈરફાનના મૃત્યુ બાદ તેની પત્ની સુતાપા સિકદરે કહ્યું હતું કે તે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો ચેરિટી માટે છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાન ખાનની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયા જેટલી હતી

સુશાંતસિંહ રાજપૂત – બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020 ના રોજ અવસાન થયું. સુશાંતની આત્મહત્યાથી તેના પ્રિયજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. તે ઘણીવાર ચેરિટી કરતો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના પરિવારે તેના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.

સિદ્ધાર્થ શુક્લા – બોલીવુડ અને ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021 ના રોજ અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થે એક વસિયત લખી હતી અને તેની સંપત્તિ દાનમાં આપવા માંગતો હતો. સિદ્ધાર્થ શુક્લાની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાની નજીક હતી.

લતા મંગેશકર – દેશની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,

લતા મંગેશકર એક વસિયત લખી હતી જેમાં લખ્યું હતું કે તેમની તમામ સંપત્તિ દાનમાં આપવામાં આવે. લતા મંગેશકરની કુલ સંપત્તિ 360 કરોડ રૂપિયા જેટલી હતી.

(8:51 pm IST)