Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

એસઈઓવાય માટે નામાંકન ૨૦ એપ્રિલ સુધી થઈ શકશે

સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરની ૧૩મી આવૃત્તીની તૈયારી : સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર ઈન્ડિયા એવોર્ડસ ૨૦૨૨ના વિજેતા સપ્ટેમ્બર ૨૦૨૨ના ઘોષિત કરાશે

નોઈડા, તા.૪ :  જુબિલન્ટ ભારતિયા ફાઉન્ડેશન અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ભગિની સંસ્થા સ્ક્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) ઈન્ડિયા ૨૦૨૨ની ૧૩મી આવૃત્તિ માટે અરજીઓ મગાવવામાં આવે છે.

સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) ઈન્ડિયા એવોર્ડસ માટે અરજીઓ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ ૨૦ મી એપ્રિલ, ૨૦૨૨ રહેશે. ઉમેદવારો www. jubilantbhartia foundation.com પર ઉપલબ્ધ અરજીનું ફોર્મ સુપરત કરીને અથવા jbf.seoy@jubl.com પર ભરેલું ફોર્મ ઈમેઈલ કરીને આ એવોર્ડ્સમાં  ભાગ લઈ શકાય છે.

સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) ઈન્ડિયા એવોર્ડસ જુબિલન્ટ ભારતિયા ફાઉન્ડેશન અને સ્ક્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ભગિની સંસ્થા) વચ્ચેની સંયુક્ત પહેલ છે. એવોર્ડ ભારતમાં મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયો દ્વારા સામનો કરાતી સમસ્યાઓને પહોંચી વળવ માટે નાવીન્યપૂર્ણ, સક્ષમ અને ઉચ્ચ સ્તરના સમાધાનનો અમલ કરતા વ્યક્તિગતો અને સંસ્થાઓને સન્માનિત કરે છે. સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) ઈન્ડિયા એવોર્ડસ ૨૦૨૨ના વિજેતા સપ્ટેમ્બર ૨૦૨૨ના ઘોષિત કરાશે. વિજેતાઓને દર વર્ષે ભવ્ય સમારંભમાં નામાંકિત મુખ્ય મહેમાનને હસ્તે પુરસ્કૃત કરવામાં આવે છે.

(8:19 pm IST)