Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કના વડાએ પણ રાજીનામું આપ્યું

શ્રીલંકામાં આર્થિક કટોકટીને પગલે ભારે અરાજકતા : દેશના આર્થિક સંચાલનની નાણામંત્રી બાદ બીજા ક્રમની જવાબદારી સેન્ટ્રલ બેંકના વડાના શિરે હોય છે

શ્રીલંકા, તા.૪ : ઈતિહાસની સૌથી ભયાનક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાની હાલત બદથી બત્તર થઈ રહી છે.

સમગ્ર કેબિનેટના રાતોરાત રાજીનામાં બાદ હવે દેશની સેન્ટ્રલ બેંકના વડાએ પણ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ બનતા હવે મધ્યસ્થ બેંકની સ્થિતિ પણ કફોડી બની છે. દેશના આર્થિક સંચાલનની નાણામંત્રી બાદ બીજા ક્રમની જવાબદારી જેમના શિરે હોય છે તેવા સેન્ટ્રલ બેંકના વડા અજિથ કેબ્રાલે રાજીનામું ધરી દીધું છે.

શ્રીલંકના સેન્ટ્રલ બેંકના ગવર્નર અજિત કેબ્રાલે કહ્યું કે શ્રીલંકાના મંત્રીમંડળના દરેક સભ્ય, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય, કટોકટીનું સંચાલન કરવા માટે નવા વહીવટ માટે માર્ગ બનાવવા માટે રવિવારે મોડી રાત્રે સામૂહિક રીતે રાજીનામું આપ્યા પછી તેમણે પદ છોડ્યું.

 

(8:15 pm IST)