Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કરવા છતાં જન્મજાત અનામતનો લાભ મેળવી શકાય છે : લેટિન કેથોલિક સમુદાયની મહિલાએ રોમન કેથોલિક સમુદાયના પુરુષ સાથે લગ્નકર્યા હોવાથી અનામતનો લાભ નહીં મળતા કેરળ હાઇકોર્ટમાં અરજી કરી : નામદાર કોર્ટે મહિલાને બે સપ્તાહમાં જાતિ પ્રમાણપત્ર આપવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો

કેરળ : કેરળ હાઈકોર્ટે તાજેતરમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતના બંધારણની કલમ 16(4) હેઠળ અનામતના લાભનો દાવો કરવાના હેતુસર કાયદા મુજબ અન્ય જાતિની વ્યક્તિ સાથે લગ્ન કરવાની બાબતને અને અનામતને કોઈ નિસબત નથી.

જસ્ટિસ પી.વી. કુન્હીક્રિષ્નને એક મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી સ્વીકારી હતી, જેણે જાતિ પ્રમાણપત્ર માટેની તેણીની અરજી ફગાવી દેવાના આદેશને પડકાર્યો હતો. આદેશમાં જણાવાયું હતું કે તેણીએ અન્ય જાતિની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને તેથી તે અનામતને પાત્ર નથી.

અરજદાર, જે લેટિન કેથોલિક સમુદાયની છે, તેણે 2005માં રોમન કેથોલિક સમુદાયના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન, તેમને એલપી સ્કૂલ ટીચરની પોસ્ટ માટે PSC દ્વારા નિમણૂક મળી. તેથી, અરજદારે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી, પરંતુ તે એમ કહીને નામંજૂર કરવામાં આવી હતી કે તેણીએ સિરો મલબાર સીરિયન કેથોલિક સાથે સંકળાયેલી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને તેથી, તે લેટિન કેથોલિક દરજ્જા માટે હકદાર નથી. જેનાથી નારાજ થઈ અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.

જ્યારે આ મામલો શરૂઆતમાં લેવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટે, અરજદારને વચગાળાની રાહત આપતાં, સંબંધિત તહસીલદાર અને ગ્રામ્ય અધિકારીને રિટ પિટિશનના પરિણામને આધીન જાતિ અને નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે અવલોકન કર્યું કે તેના માધ્યમિક શાળા છોડવાના પ્રમાણપત્ર મુજબ, તે સ્પષ્ટ છે કે અરજદાર ખ્રિસ્તી લેટિન કેથોલિક સમુદાયની છે. ન્યાયાધીશે એ પણ નોંધ્યું છે કે સુનિતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય [AIR (2018) SC 566] માં સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર પણ વિચાર કર્યો હતો. અરજદારની અરજી બરતરફ કરવાનો હુકમ માન્ય ગણાશે નહીં. જે મુજબ અરજી સ્વીકારવામાં આવી હતી
.
ગ્રામ્ય અધિકારીને અરજદારને બે અઠવાડિયાની અંદર જાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે અરજદાર ખ્રિસ્તી લેટિન કેથોલિકની છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)