Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

લગભગ બે વર્ષ પછી ભારતમાં ૧૦૦૦થી ઓછા કોરોના કેસ આવ્‍યા

કોરોના વાયરસના ૯૧૩ નવા કેસઃ માત્ર ૧૩ લોકોના જ મોત

નવી દિલ્‍હી, તા.૪: દેશમાં કોરોનાના કેસમાં મોટી રાહત મળી છે. લગભગ બે વર્ષ બાદ ભારતમાં કોરોનાના એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જણાવ્‍યું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૯૧૩ નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે ૭૧૫ દિવસ બાદ ભારતમાં કોરોનાના એક હજારથી ઓછા કેસ નોંધાયા છે.
કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્‍યામાં મોટો દ્યટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૩ લોકોના જ કોરોનાને કારણે મોત થયા છે. જયારે ગઈકાલે એટલે કે રવિવારે ૮૧ લોકોના કોરોનાથી મોત થયા હતા. દેશમાં કોરોનાને કારણે અત્‍યાર સુધીમાં કુલ ૫,૨૧,૩૫૮ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.
દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્‍યા પણ ઝડપથી દ્યટી રહી છે. લાંબા સમય બાદ એક્‍ટિવ કેસ ૧૩ હજારથી ઓછા થયા છે. કોરોનાના સક્રિય દર્દીઓ દ્યટીને ૧૨,૫૯૭ પર આવી ગયા છે. જણાવી દઈએ કે ભારતમાં ૭૧૪ દિવસ પછી સક્રિય કેસ ૧૩ હજારથી ઓછા થઈ ગયા છે. દરમિયાન, દૈનિક હકારાત્‍મકતા દર વધીને ૦.૨૯ ટકા થઈ ગયો છે

 

(10:59 am IST)