Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શું ખાવું, શું ન ખાવું, સરકાર કહેશે : ટૂંક સમય આવશે ફૂડ ગાઇડલાઇન

હૈદરાબાદની નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ન્‍યુટ્રિશને તૈયાર કરી ફૂડ ગાઇડલાઇન

નવી દિલ્‍હી તા. ૪ : આગામી થોડા સમયમાં કેન્‍દ્ર સરકારની એક ફૂડ સંબંધિત એક ગાઈડલાઈન બહાર પડવાની છે જેના પરથી લોકો જાણી શકશે કે કયો ખોરાક ખાવો સારો છે અને કયો ખોરાક સારો નથી. આ દિશામાં હૈદરાબાદ સ્‍થિત નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ન્‍યુટ્રિશન એક ખાસ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.
ICMR-NINના વૈજ્ઞાનિક ડોક્‍ટર આવુલા લક્ષ્મીનાહે કહ્યું કે લોકો તંદુરસ્‍ત ભોજન આરોગ તે સુનિヘતિ કરવાનો અમારો મુખ્‍ય હેતુ છે. આ વખતે અમે ખાતરી રાખી છે કે વધારે પડતી કેલેરી સુગરમાંથી ન આવે. પહેલી વાર અમે કેલેરીની સંખ્‍યા નક્કી કરી છે જે  અનાજ, દાળ અને કઠોળમાંથી મળતી હોવી જોઈએ.
નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ન્‍યૂટ્રિશનના જણાવ્‍યા અનુસાર આ ગાઇડલાઇન લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં જ તેને જારી કરવામાં આવશે. લગભગ ૧૦ વર્ષ બાદ નવી ખાણી-પીણીની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી રહી છે. આ ગાઈડલાઈન ૨૦૧૧માં જારી કરાઈ હતી. NIN વૈજ્ઞાનિક ડો.એમ જી સુબ્‍બારાવે જણાવ્‍યું હતું કે આ વખતે ફૂડ ગાઈડલાઈને સરળ બનાવાઈ રહી છે જેથી કરીને સામાન્‍ય લોકોને સમજી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. તેમણે કહ્યું કે  આ ૧૦ વર્ષોમાં લોકોની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્‍યો છે અને કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં લોકોના સ્‍વાસ્‍થ્‍ય પર ખરાબ અસર પડી છે. આ તમામ બાબતોને ધ્‍યાનમાં રાખીને નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે.
હૈદરાબાદ સ્‍થિત નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ન્‍યુટ્રિશનના ડિરેક્‍ટર ડો.આર. હેમલથાએ જણાવ્‍યું હતું કે દેશના લોકો માટે ફૂડ ગાઇડલાઇન્‍સ તૈયાર કરવામાં આવી રહી છે. આ માર્ગદર્શિકા આગામી છ મહિનામાં જારી થવાની છે અને ગાઈડલાઈન એવી છે કે ૧૦મા ધોરણમાં ભણતા છોકરાઓને પણ ખબર પડી જશે કે શું ખાવાલાયક છે અને શું નથી.
ડો.એમ જી સુબ્‍બારાવે જણાવ્‍યું હતું કે આ ગાઇડલાઇનમાં ૧૬ પોઇન્‍ટ મૂકવામાં આવ્‍યા છે. વર્ષ ૨૦૧૯થી અત્‍યાર સુધીમાં ૬થી ૧૦ વૈજ્ઞાનિકો અને ડાયેટિશિયન તેને તૈયાર કરી રહ્યા છે

 

(10:49 am IST)