Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હરિદ્વારમાં મહાકુંભની તૈયારીઓ... રેવાડી નિકળી...

હરિદ્વારમાં મહાકુંભની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ગઈકાલે સૌપ્રથમ રેવાડી નીકળી હતી. સૌથી મોટા અખાડા એવા શ્રી નિરંજની અને શ્રી આનંદ અખાડાની પેશવાઈ ધૂમધામથી હરિદ્વારમાં નીકળી હતી. આ પ્રસંગે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા. પેશવાઈને શુભારંભ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કર્યો હતો. ત્યારબાદ રેવાડી સમગ્ર શહેરમાં નીકળી હતી.

(2:43 pm IST)