Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ટ્રિપલ તલાક ખરડોઃ સરકારે વિપક્ષ સામે નમતુ જોખ્યું: બિલ જશે સંસદીય સમિતિ પાસે

રાજ્યસભામાં પૂરતી બહુમતી ન હોવાથી સરકારની પીછેહઠ : હવે આવતા સત્રમાં પસાર થશે બિલ

નવી દિલ્હી તા. ૪ : સંસદના ઉચ્ચગૃહમાં સંખ્યાબળ પર્યાપ્ત માત્રામાં નહી હોવાના કારણે કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે ત્રણ તલાક બિલ વિરૂધ્ધ લાગેલા. મહત્વના બિલને હવે એક સંસદીય સમિતિની પાસે સમીક્ષા માટે મોકલવાની વિપક્ષની માંગણી પર રાજી થઇ ગઇ છે. આ જાણકારી આપીને સૂત્રોએ જણાવ્યું કે, હવે આ બિલ આવતા સત્રમાં જ પસાર થશે. કારણ કે હવે સમિતિનું ગઠન કરવું પડશે અને ત્યારબાદ તે સમિતિ બિલની સમીક્ષા કરીને બિલમાં ફેરફારો અંગે મંતવ્યો આપશે.

રાજ્યસભામાં ગઇકાલે સમગ્ર વિપક્ષ એકજુથ થઇને સરકાર વિરૂધ્ધ ઉભુ હતું અને ચર્ચાને બાધિત કરીને એ માંગ કરી રહ્યું હતું કે, બિલ સિલેકટેડ સમિતિને મોકલવામાં પ્રસ્તાવ પર વોટિંગ કરાવામાં આવે. ત્રણ તલાકને ગેરકાયદેસર ઘોષિત કરીને તેના માટે ૩ વર્ષની જેલની સજાની જોગવાઇ કરતા બિલને લોકસભામાં ગયા સપ્તાહે જ પસાર કરી દેવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્ર સરકારની બહુમતી છે.

સરકાર આ બિલને રાજ્યસભામાં પણ પસાર કરવાના પ્રયત્નોમાં લાગી હતી. જે ગઇકાલે પુરૃં થઇ રહ્યું છે પરંતુ સરકાર પાસે રાજ્યસભામાં બહુમત પણ નથી અને આ બિલ અંગે તંત્ર સહયોગી દળ સાથ આપી રહ્યા નથી. હવે સરકારને આ ગતિરોધને ખત્મ કરવા માટે બિલને સીલેકટેડ કમિટિ પાસે એક પ્રસ્તાવ રજુ કરવો પડશે.

(4:06 pm IST)