News of Wednesday, 3rd January 2018

રાજકોટ ભાવનગર રૂટની એસટી બસોને ડાયવર્ટ કરાઈ ;થોરાળા વિસ્તાર તરફ નહીં જવા સૂચના ;તમામ બસને બાયપાસથી જવા તાકીદ:ધોરાજીના ભૂખી ચોકડીએ એસટી બસને આગ લગાડાતા બાદ આગમચેતી માટે નિર્ણય

રાજકોટ :રાજકોટ ભાવનગર રૂટની એસટી બસોને ડાયવર્ટ કરાઈ છે એસટી બસને ;થોરાળા વિસ્તાર તરફ નહીં જવા સૂચના અપાઈ છે તમામ બસને બાયપાસથી જવા તાકીદ કરાઈ છે. તેમ ટીવી ચેનલનાં અહેવાલમાં જાણવા મળેલ છે. ધોરાજીના ભીખી ચોકડીએ એસટીની બસને આગ લગાડાય બાદ આગમચેતી માટે નિર્ણય લેવાયાનું જાણવા મળે છે

 

(12:01 am IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST