Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

સુવર્ણ મંદિર પાસે બોમ્‍બ મુકાયાની માહિતી

સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ

 અમૃતસર તા. ૩ : પોલીસ કંટ્રોલ રૂમમાં અડધી રાત્રે સચખંડ શ્રી હરમંદિર સાહિબ પાસે ચાર બોમ્‍બ મુકવામાં આવ્‍યા હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ સમગ્ર વિસ્‍તારમાં ખળભળાટ મચી ગયો હતો. તરત જ સમગ્ર પંજાબને એલર્ટ કરી દેવામાં આવ્‍યું. માહિતી મળતાં જ પોલીસની દસ બોમ્‍બ ડિસ્‍પોઝલ ટુકડીઓ શ્રી હરમંદિરની આસપાસ ચેકિંગ માટે પહોંચી ગઈ હતી.

પોલીસ ફોર્સે સવારે ૪ વાગ્‍યા સુધી દરેક ખૂણે તપાસ કરી હતી, પરંતુ બોમ્‍બ ક્‍યાંય મળ્‍યા ન હતા. પોલીસની સાયબર ટીમ પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપનારનો મોબાઈલ નંબર ટ્રેસ કરી રહી છે. પોલીસે સવારે ૫ વાગ્‍યે નિહંગ (૨૦) સહિત કેટલાકને અટકાયતમાં લીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ તોફાન-મસ્‍તીમાં આ જાણકારી કંટ્રોલ રૂમમાં આપી હતી. જો કે પોલીસ અધિકારીઓ આ વાતને સમર્થન આપતા નથી.

મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલ રૂમમાંરાત્રે દોઢ વાગ્‍યે કોઈએ મોબાઈલ નંબરથી માહિતી આપી કે ખ્‍ળશ્વશદ્દર્તીશ્વ સચખંડ શ્રી હરમંદિર સાહિબની આસપાસ ચાર બોમ્‍બ છુપાવવામાં આવ્‍યા છે. જો પોલીસમાં હિંમત હોય તો બ્‍લાસ્‍ટ અટકાવે. આ પછી ફોન ડિસ્‍કનેક્‍ટ થઈ ગયો. કંટ્રોલ રૂમની ટીમે મોબાઈલ પર અનેકવાર કોલ કર્યો હતો, પરંતુ તે ઉપાડ્‍યો નહોતો. આ પછી તરત જ કંટ્રોલ રૂમના ઈન્‍ચાર્જે પોલીસ કમિશનર નૌનિહાલ સિંહને આ માહિતી આપી. થોડી જ વારમાં પોલીસ લાઇનમાંથી દસ બોમ્‍બ ડિસ્‍પોઝલ ટુકડીઓ શ્રી હરમંદિર સાહિબ પહોંચી ગઈ. આ સાથે જ સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

પોલીસને શંકા છે કે અહીંના બોમ્‍બર્સ પંજાબમાં છુપાયેલા હોઈ શકે છે. બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડે આવતાની સાથે જ સંવેદનશીલ વિસ્‍તારોમાં બોમ્‍બ શોધવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ, સાયબર સેલ તેને શોધી રહ્યો હતો, જેણે પોલીસ કંટ્રોલ રૂમને આ માહિતી આપી. સર્ચ દરમિયાન ન તો પોલીસને બોમ્‍બ મળ્‍યો કે ન તો પોલીસ કંટ્રોલ રૂમમાં બાતમી આપનાર વ્‍યક્‍તિ.

સવારે ૫ વાગે જાણવા મળ્‍યું કે કોલ કરનાર આરોપી શ્રી હરમંદિર સાહિબ પાસેના બંસા વાલા બજારનો રહેવાસી છે અને તેણે ચોરીના મોબાઈલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આ માહિતી આપી હતી. આ પછી પોલીસે સવારે પાંચ વાગ્‍યે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્‍યો હતો. ફોન કરનાર ૨૦ વર્ષનો નિહંગ છે. તેની સાથે પડોશના ચાર બાળકો પણ જોડાય છે. પોલીસે તમામને કસ્‍ટડીમાં લીધા હતા. આ સાથે પોલીસે તેમની કસ્‍ટડીમાં પકડાયેલા બાળકોના સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.

(12:15 pm IST)