Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવા ગામડાઓમાં બમણી ગ્રાન્‍ટ : નવા ૧ લાખ આવાસો બનાવશે

ગામે ગામ ઇન્‍ટરનેટ સુવિધા અપાવવા સરકાર મક્કમ

ગાંધીનગર, તા. ૩ : નાણાંમંત્રી શ્રી નીતીનભાઇ પટેલે જણાવેલ કે  ગ્રામીણ સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થા દ્વારા રસ્‍તા, પીવાનુ પાણી અને ગટર વ્‍યવસ્‍થા,  આરોગ્‍ય અને શિક્ષણની પ્રાથમિક વ્‍યવસ્‍થા તેમજ સ્‍ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા  ૧૫માં નાણાપંચ અંતર્ગત ૨૩૮૫ કરોડની જોગવાઇ.   

ડોર ટુ ડોર કલેક્‍શન દ્વારા ઘન કચરો એકત્ર કરવા માટે મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન  અંતર્ગત ગ્રામ પંચાયતોને વ્‍યક્‍તિદીઠ માસિક ગ્રાન્‍ટ રૂપિયા બે થી બમણી કરી રળપિયા ચાર  કરવાની હું જાહેરાત કરૂં છું. જેના માટે ૧૭૫ કરોડની જોગવાઇ.   

માદરે વતન અને રૂર્બન યોજના માટે રૂા.૧૪૦ કરોડની જોગવાઇ.   

ગ્રામ પંચાયતોને જરૂરી કમ્‍પ્‍યૂટર વ્‍યવસ્‍થા અને હાઇ-સ્‍પીડ ઇન્‍ટરનેટ કનેક્‍ટિવિટિ પૂરી  પાડવા રૂા.૯૦ કરોડની જોગવાઇ.   

નવીન બનેલ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતના મકાનો પર સોલાર રૂફ  ટોપ માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ.  

નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલના આદેશ મુજબ અમલાખાડી, ઢાઢર, અમરાવતી, કોલક, બાલેશ્વર  અને કીમ નદી પરના રૂા.૧૯ ગામોમાં ગંદાપાણીના શુદ્ધિકરણ અને સ્‍વચ્‍છતા માટે પ  કરોડની જોગવાઇ.   

ગ્રામ પંચાયતની મિલકતો અને રેકર્ડની વ્‍યવસ્‍થિત જાળવણી તેમજ કામોનું ડુપ્‍લિકેશન  ન થાય તે માટે જીઓ ટેગિંગ મિલકત રજીસ્‍ટર તૈયાર કરવા માટે રૂા.૫ કરોડની જોગવાઇ.   

૨૦૨૨ સુધીમાં સૌને આવાસના ઉદ્દેશ સાથે અમલમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના  (ગ્રામીણ) હેઠળ નવા રૂા.૧ લાખ આવાસો બાંધવામાં આવશે. જેના માટે રૂા.૧૨૫૦ કરોડની  જોગવાઇ.   

સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રૂા.૮૦૦ કરોડની જોગવાઇ. 

મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત રૂા.૫૬૪ કરોડની જોગવાઇ. 

મહિલાઓના સશક્‍તિકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઈવીલહુડ મિશન. 

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે રૂા. ૧૪ કરોડની જોગવાઇ.

સ્‍થાનિક આર્થિક વિકાસને ઉતેજન આપવા અને મુળભૂત સેવાઓનો વ્‍યાપ વધારવા શ્‍યામાપ્રસાદ મુળર્જી રૂર્બન મીશન હેઠળ રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ.

(3:33 pm IST)