Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ભારતમાં પાકિસ્‍તાનના ટિવટર એકાઉન્‍ટ ઉપર બંધ કરવામાં આવ્‍યુ

- ભારત સરકારની કેટલીક કાયદાકીય માંગણીઓ બાદ ભારતમાં પાકિસ્‍તાનના ટિવટર એકાઉન્‍ટ બંધ કરાયુઃ ભારતના સ્‍થાનિક કાયદાઓનું ટિવટરે ઉલ્‍લ઼ધન કરતા કડક પગલાઃ પીએફઆઇનું ભારત સરકારે એકાઉન્‍ટ બંધ કર્યા બાદ પાકિસ્‍તાનનું ટવીટર બંધ કર્યુ

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં બંધ કરી દેવામાં આવ્યો છે. એકાઉન્ટ પર દેખાઇ રહેલા મેસેજ અનુસાર, ભારત સરકારની કાયદાકીય માંગ પછી એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ભારત સરકાર તરફથી આ ટ્વિટર પાસે તે માંગ કેમ કરવામાં આવી તે અંગેની જાણકારી સામે આવી નથી.

ટ્વિટર સરકારના નિર્દેશ પર પહેલા પણ આવા એકાઉન્ટ બંધ કરતું રહ્યું છે જે ભારતના સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરતા હતા.

પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર આ પ્રતિબંધ તેવા સમય પર લાગ્યો છે, જ્યારે બે દિવસ પહેલા જ ભારત સરકારના અનુરોધ પર ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)નું એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું.

તે ઉપરાંત PFI અધ્યક્ષ ઓએમએ સલામ અને મહાસચિવ અનીસ અહેમદના એકાઉન્ટ્સ પણ બેન કરી દેવામાં આવ્યા છે. પીએફઆઈ પર આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે અને તેને પાકિસ્તાનથી મદદ મળવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે ભારત ટ્વિટરથી વેરિફાઈડ પત્રકારો અને સમાચાર સંગઠનોની પોસ્ટ હટાવવાની બાબતમાં દુનિયામાં પ્રથમ સ્થાન પર છે. ટ્વિટર અનુસાર પાછલા વર્ષ જૂલાઈમાં ડિસેમ્બર વચ્ચે દુનિયાભરના 349 પત્રકારો અને સમાચાર સંગઠનોની પોસ્ટ હટાવવા માટે 326 કાનૂની માંગો આવી હતી. તેમાંથી 114 એટલે એક-તૃતિયાંશ માંગો માત્ર ભારત સરકારે કરી હતી.

આનાથી પહેલા જાન્યુઆરીથી જૂન વચ્ચે ભારતે સૌથી વધારે 89 પોસ્ટ હટાવવાની માંગ કરી હતી.

ટ્વિટર અનુસાર પોસ્ટ હટાવવા માટે અદાલત, સરકાર અને વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરનારા વકિલો તરફથી કરવામાં આવતી ઔપચારિક માંગને કાનૂની માંગ કહેવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું કે, પાછલા વર્ષ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ તેના એક મોટા રાજનેતાની એવી પોસ્ટ હટાવાવની માંગ કરી હતી, જેમાં એક કિશોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટ્વિટરે નામ લીધું નહીં પરંતુ તે રાહુલ ગાંધીની પોસ્ટ હતી.

આ વર્ષે જૂલાઈમાં ટ્વિરે ભારત સરકારની કેટલીક માંગો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને કન્ટેન્ટ હટાવવાના તેના આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો છે. કંપનીએ સકારના આ આદેશોને સત્તાનો દુરપયોગ ગણાવ્યો છે અને કાયદાકીય રીતે પડકાર આપતા હાઈકોર્ટને સરકારને આ આદેશોને પરત લેવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.

(2:18 pm IST)