Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડનો રૂ.૪૪૧ કરોડનો રાઈટ્‍સ ઈશ્‍યૂ ખૂલ્‍યો

મુંબઇ, તા.૨: દેશની સૌથી મોટી લક્‍ઝરી સરફેસ અને બાથવેર સોલ્‍યુશન્‍સ બ્રાન્‍ડ્‍સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડ (AGL)નો રાઈટ્‍સ ઈશ્‍યૂ તેના શેરહોલ્‍ડર્સ માટે સબસ્‍ક્રીપ્‍શન માટે ખૂલી ગયો છે. ઈશ્‍યૂ ૨૫ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ખૂલશે અને ૧૦ મે, ૨૦૨૨ના રોજ બંધ થશે. કંપની જીવીટી ટાઈલ્‍સ,સેનિટરીવેર અને એસપીસી ફલોરિંગ સહિત વેલ્‍યુ એડેડ લક્‍ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્‍ટમાં તેની મોટાપાયે  વિસ્‍તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે રાઈટ્‍સ ઈશ્‍યૂ થકી રૂ. ૪૪૧ કરોડ એકત્રિત કરી રહી છે. રાઇટ્‍સ ઇશ્‍યુ હેઠળ ઇક્‍વિટી શેર પ્રતિ શેર રૂ.૬૩ના ભાવે ઓફર કરવામાં આવે છે એટલે કે એનએસઈ પર ૨૨ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ પ્રતિ શેર રૂ. ૮૨.૯૦ના બંધ શેરની કિંમત પર ૨૪% ડિસ્‍કાઉન્‍ટ. લાયક શેરધારકોને ફાળવવામાં આવેલા રાઈટ્‍સ એન્‍ટાઈટલમેન્‍ટ્‍સનું ટ્રેડિંગ બીએસઈ અને એનએસઈ પર એપ્રિલ ૨૫ થી ૫ મે (ઓનલાઈન માટે) અને ૧૦ મે સુધી (ઓફલાઈન) ઉપલબ્‍ધ છે.

કંપની રૂ.૧૦ના ફેસ વેલ્‍યુના ૬,૯૯,૯૩,૬૮૨ સંપૂર્ણ પેઇડ-અપ ઇક્‍વિટી શેર્સ ઇશ્‍યૂ કરશે જે દરેક ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૬૩ની કિંમતે (ઇક્‍વિટી શેર દીઠ રૂ.૫૩ના પ્રીમિયમ સહિત) હશે. રાઈટ્‍સ ઈશ્‍યૂ રૂ. ૪૪૦.૯૬ કરોડનો રહેશે અને લાયક ઈક્‍વિટી શેરહોલ્‍ડર્સને રાઈટ્‍સ બેઝિસ પર ૩૭:૩૦ના ગુણોત્તરમાં (લાયક ઈક્‍વિટી શેરધારકો પાસેના દર ૩૦ ફુલ્લી પેઈડ-અપ ઇક્‍વિટી શેર માટે ૩૭ ઇક્‍વિટી શેર્સ) પ્રમાણે શેર્સ ફાળવવામાં આવશે.

(4:16 pm IST)